'મારે દેવું થઈ ગયું છે,' સુસાઈડનોટ લખી પોરબંદરના યુવકે અમદાવાદમાં કર્યો આપઘાત

News18 Gujarati
Updated: September 14, 2019, 7:55 AM IST
'મારે દેવું થઈ ગયું છે,' સુસાઈડનોટ લખી પોરબંદરના યુવકે અમદાવાદમાં કર્યો આપઘાત
હોટલના સ્ટાફનું કહેવું છે કે, ચીમન સીંગરપીયા અવારનવાર આ હોટલમાં આવતો હતો અને રોકાતો હતો. પંદર વીસ દિવસ પહેલા પણ તે અહીં આવ્યો હતો, અને આ જ હોટલમાં રોકાયો હતો.

હોટલના સ્ટાફનું કહેવું છે કે, ચીમન સીંગરપીયા અવારનવાર આ હોટલમાં આવતો હતો અને રોકાતો હતો. પંદર વીસ દિવસ પહેલા પણ તે અહીં આવ્યો હતો, અને આ જ હોટલમાં રોકાયો હતો.

  • Share this:
રાજ્યમાં આપઘાતની ઘટનાઓ ખુબ વધી છે. કોઈ શારીરિક, તો કોઈ માનસિક અથવા આર્થિક પરેશાનીને લઈ આપઘાત કરે છે. આવી જ વધુ એક આપઘાતની ઘટના અમદાવાદથી સામે આવી છે જેમાં પોરબંદરના એક યુવાને દેવુ વધી જતા ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલ હોટલ વીનસમાં પોરબંદરના યુવાનએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. પોરબંદરના ચીમન સિંગરપીયા 10મી સપ્ટેમ્બરના દિવસે લાલદરવાજાની હોટલ વિનસમાં રોકાયો હતો. જો કે હોટલમાં બે દિવસ સુધી સાફ સફાઇ માટે રૂમ ન ખોલતા આજે હોટલના સ્ટાફ દ્વારા બારીમાંથી તપાસ કરવામાં આવી હતી. જેમાં ચીમન સીંગરપીયા પંખે લટકેલી હાલતમાં જોતા જ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી કારંજ પોલીસ કાફલો ઘટનસ્થળ પર પહોચીને રૂમનો દરવાજો તોડી તપાસ કરી હતી.

પોલીસને યુવાનના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટ 11મી તારીખે લખી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે તેમાં લખવામાં આવ્યું છે કે, ચીમનભાઇ તેમની ઇચ્છાથી આ પગલું ભરી રહ્યાં છે. તેમને દેવું થઇ ગયુ હોવાથી તેઓ આ પગલું ભરી રહ્યાં છે, જેમાં કોઇને જવાબદાર ગણવા નહીં.કારંજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરીને મૃતદેહને પોસ્ટમો્ટમ માટે મોકલી આપ્યો છે. અને ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી છે. હોટલના સ્ટાફનું કહેવું છે કે, ચીમન સીંગરપીયા અવારનવાર આ હોટલમાં આવતો હતો અને રોકાતો હતો. પંદર વીસ દિવસ પહેલા પણ તે અહીં આવ્યો હતો, અને આ જ હોટલમાં રોકાયો હતો.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर