પોપ ફ્રાન્સિસે મધર ટેરેસા ને ઘોષિત કર્યા 'સંત', વેટિકન સિટીમાં ઉજવણી

Parthesh Nair | Pradesh18
Updated: September 4, 2016, 4:04 PM IST
પોપ ફ્રાન્સિસે મધર ટેરેસા ને ઘોષિત કર્યા 'સંત', વેટિકન સિટીમાં ઉજવણી
નોબેલ પુરસ્કારથી સમ્માનિત મધર ટેરેસા ને રવિવારે 'સંત' ની ઉપાધિ થી વેટિકન સિટીમાં સમ્માનિત કરવામાં આવ્યા છે.

નોબેલ પુરસ્કારથી સમ્માનિત મધર ટેરેસા ને રવિવારે 'સંત' ની ઉપાધિ થી વેટિકન સિટીમાં સમ્માનિત કરવામાં આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated: September 4, 2016, 4:04 PM IST
  • Share this:
વેટિકન# નોબેલ પુરસ્કારથી સમ્માનિત મધર ટેરેસા ને રવિવારે 'સંત' ની ઉપાધિ થી વેટિકન સિટીમાં સમ્માનિત કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક પળના સાક્ષી આશરે એક લાખ લોકો બનશે. આને લઇને મધર ટેરેસા ના અનુયાયિઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.

હવે તેમને સંત મધર ટેરેસા ના નામથી ઓળખવામાં આવશે. આ દરમિયાન ભારતમાં કોલકાતા, ગોવા સહિત ઘણા શહેરોમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. લાખો લોકો ચર્ચમાં એકત્રિત થયા હતા અને આ ઐતિહાસિક પળ માટે પ્રાર્થના કરી હતી.

વેટિકન સિટીમાં આયોજિત આ કાર્યક્રમમાં હાજરી આપવા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સહિત ઘણી પ્રખ્યાત હસ્તીઓ રોમ માં પહોંચ્યા હતા.

વેટિકન સિટીમાં સમારોહ દરમિયાન રોમન કેથોલિક ચર્ચના પોપ ફ્રાન્સિસે મધર ટેરેસા ને 'સંત' ઘોષિત કર્યા છે. મધર ટેરેસા દ્વારા સ્થાપિત મિશિનરી ઓફ ચેરિટી ના નનોના અનુસાર, મધર ની લોકપ્રિયતા ના કારણે રોમ માં યોજાનાર આ સમારોહનું દુનિયાભરમાં વિશેષ મહત્વ છે.

મિશિનરી ઓફ ચેરિટી ના સુપીરિયર જનરલ સિસ્ટર મેરી પ્રેમના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગો માંથી આવેલા 40થી 50 નનો ના ગ્રુપ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. કોલકાતા ના આર્કબિશપ થોમસ ડીસૂઝા ઉપરાંત સમગ્ર ભારત માંથી 45 બિશપ આ સમારોહ માટે વેટિકન ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.

પોપ ફ્રાન્સિસ એ મધર ટેરેસા ને સંત ની ઉપાધિ પ્રદાન કરવાની જાહેરાત માર્ચમાં કરી હતી. 'સંત' નો દરજ્જો મેળવવા માટે બે ચમત્કારો ને માન્યતા મળવી જરૂરી હોય છે અને ટેરેસા ના બન્ને ચમત્કારો પર વેટિકન સિટી માં મોહર લગાવી દીધી છે.
First published: September 4, 2016, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading