Home /News /madhya-gujarat /

Ahmedabad news: પોલીસની શરમજનક કરતૂત! નિકોલ પોલીસકર્મીએ રોડ પરના ગરીબ કરતાંય જાય તેવું કર્યું

Ahmedabad news: પોલીસની શરમજનક કરતૂત! નિકોલ પોલીસકર્મીએ રોડ પરના ગરીબ કરતાંય જાય તેવું કર્યું

નિકોલ પોલીસ ફાઈલ તસવીર

Ahmedabad crime news: પોલીસ કર્મીએ (police man) આ મહિલા ગર્ભવતી (pregnant woman) હોવા છતાંય લાકડીથી મારી અને તેની માતા તથા પતિને મારી માલ સામાન પોલીસ સ્ટેશન (police station) લઈ જઈ સેન્ટ્રલ જેલ (central jail) ધકેલી દીધા હતા. ?

અમદાવાદ: શહેરની નિકોલ પોલીસ (Nikol police) એટલે વિવાદનું બીજું ઘર. અહીં બેઠેલા અધિકારીઓ પોલિટિકલ જેક (Officers Political Jack) લગાવીને આવતા હોય છે અને બાદમાં પોતાની કમાણી શરૂ (Income) કરતાં હોય છે. ગરીબથી લઈ અમીર લોકોનું લોહી ચૂસી લેતા હોય એમાં ઉઘરાણા કરવામાં નિકોલ પોલીસ માહેર હોવાની છાપ જોવા મળતી હોય છે. વર્ષ 2019માં વિરાટ નગર પાસે ફ્રૂટની લારી (Fruit lari) લગાવી વેપાર કરનાર લોકો પાસે એક સરકારી ગાડી ગઈ હતી. તેમાં બેઠેલા એક પોલીસ કર્મીએ 5 કિલો સફરજન મફત માંગ્યા (policeman asked for 5 kg of apples for free), આ લારી વાળા બહેને પડતર કિંમત માંગી એક કિલો સફરજન આપ્યા.

પણ પોલીસ કર્મીએ આ મહિલા ગર્ભવતી હોવા છતાંય લાકડીથી મારી અને તેની માતા તથા પતિને મારી માલ સામાન પો સ્ટે લઈ જઈ સેન્ટ્રલ જેલ ધકેલી દીધા હતા. આખરે મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા આ મામલે ફરિયાદ નોંધાઈ અને મહિલા એસીપી ને તપાસ સોપાઈ છે. કારણકે અહીંના પીઆઇ, એસીપજ તથા ડીસીપી તમામ બાબતોમાં પંકાયેલા હોવાથી તટસ્થ તપાસ માટે અન્ય બ્રાન્ચને તપાસ સોપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઓઢવ પંપીંગ સ્ટેશન ની પાસે રહેતા મુન્ની બેન પટણી તેમના પતિ તથા બે બાળકો સાથે રહે છે. તેમના પતિ વિરાટ નગર ખાતે આવેલા વેરા ની બાજુમાં ફ્રુટની લારી રાખી વેપાર કરે છે. વર્ષ 2019માં વિરાટ નગર કેનાલ ખાતે રોડની સાઇડ ઉપર ફ્રુટની લારી રાખી તેઓ હાજર હતા. ત્યારે સાંજના સમયે મફત ફ્રૂટ લેવા નિકોલ પોલીસ સ્ટેશન ની સરકારી જીપ આવી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો સાથે થઇ શકે છે દગો, જાણો રાશિફળ

જે સરકારી જીપમાં ત્રણેક પોલીસવાળા બેઠેલા હતા. જે પોલીસવાળા માંથી એક પોલીસ વાળા ભાઈએ તેઓની પાસે પાંચ કિલો જેટલા સફરજન મફત માંગયા હતા. જેથી મુન્ની બહેને એક કિલો સફરજન પોલીસ વાળાને આપ્યા હતા. બાદમાં તેઓએ મૂળ ભાવ પોલીસવાળા પાસે માગતા પોલીસવાળા વ્યક્તિઓ તેઓની ઉપર ઉશ્કેરાઇ ગયા હતા.

અને ફ્રુટની લારીની બાજુમાં બેઠેલા મુન્ની બેનના પતિને ગાળો બોલી જણાવ્યું કે "તારે અલ્યા પૈસા લેવાના છે?? તેમ કહી તેમના પતિને વધુ બિભત્સ ગાળો બોલી હતી. મુન્ની બહેના માતા બાજુમાં શાકભાજીની લારી લઈને ઊભા હોવાથી તેઓ પણ આ પોલીસવાળા પાસે આવ્યા ત્યારે પોલીસવાળાએ બિભત્સ ગાળો બોલી જણાવ્યું કે "તું કેમ દોઢડાહી થાય છે" તેમ કહીને તેઓ નું પણ અપમાન કરી લાફો મારી લીધો હતો.

આ પણ વાંચોઃ-Money tips: job છોડીને શરુ કરો આ સુપરહિટ Business, મહિને 2 લાખ સુધીની કમાણી, સરકાર આપશે 90 ટકા મદદ

ત્યારબાદ સરકારી ગાડીમાંથી લાકડી લાવીને પોલીસ વાળા મુન્ની બેન ની માતા ને મારવા લાગ્યા હતા. ત્યારે તેઓએ જણાવ્યું કે એક તો મફતમાં ફ્રુટ લેવા આવો છો અને પાછા મારી માતા ને ગાળો બોલો છો? જેથી મુન્ની બેન પોતાના ફોનથી વિડિયો ઉતારતા પોલીસવાળાઓએ લાકડી ફોન ઉપર મારતા ફોન નીચે પડી ગયો હતો. મુન્ની બહેન ગર્ભવતી હોવા છતાં પણ પોલીસવાળાઓએ તેમને પેટના ભાગે લાકડીઓ મારી હતી. જેથી તાત્કાલીક તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસવાળાઓએ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ચર્ચા કરતાં અન્ય સરકારી ગાડી આવી હતી અને બાદમાં મુન્ની બેન ના પતિ ને માલ સામાન સાથે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. બાદમાં મુન્ની બેન ની માતાએ ફરિયાદ કરવાનું કહ્યું હોવા છતાં પણ નિકોલ પોલીસે તેઓની ફરિયાદ લીધી નહોતી અને તેઓને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધા હતા. બાદમાં આ મામલો હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટના ફરિયાદના આદેશ બાદ ફરિયાદ કરવા જતા દિલીપ સિંહ નામના પોલીસ કર્મચારી તથા તેની સાથેના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચોઃ-Ahmedabad crime news: ઠગ ગેંગે 3 કરોડની લોન આપવા ફિલ્મી સ્ટાઇલ અપનાવી, બે દિવસ માટે ખોલી આંગડિયા પેઢી

આરોપી પોલીસ કર્મચારી દિલીપસિંહ મુન્ની બેનના પતિને લોકઅપમાં મૂક્યા તે પહેલાં તેમના ખિસ્સામાંથી મોબાઇલ ફોન અને 5000 રૂપિયા પણ પડાવી લીધા હતા. સમગ્ર બાબતે લઈને ફરિયાદ નોંધાતા હવે આ મામલે મહિલા ક્રાઇમ બ્રાંચના એસીપી મીની જોસેફને તપાસ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક પીઆઇ, એસીપી વહીવટ મા રચ્યા પચ્યા હોવાથી યોગ્ય કાર્યવાહી ન કરે તેવી આશંકા હોવાથી આ મામલાની તપાસ અન્ય અધિકારીને સોપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news

આગામી સમાચાર