Home /News /madhya-gujarat /

કોંગ્રેસ કાર્યલાયમાં ઘુસી પોલીસે મહિલા કોંગ્રેસના હાથમાંથી મોંઘવારીનું પુતળુ આંચકી લીધું, પછી થઇ જોવા જેવી

કોંગ્રેસ કાર્યલાયમાં ઘુસી પોલીસે મહિલા કોંગ્રેસના હાથમાંથી મોંઘવારીનું પુતળુ આંચકી લીધું, પછી થઇ જોવા જેવી

મોંઘવારી મુદે સમગ્રે દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ જાહેર કરાયો છે.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરોએ ગંભીર આરોપ ભાજપ સરકાર અને પોલીસ પર લગાવતા ચીમકી આપી હતી કે, જો આગામી સમયમાં સીએમ અને પીએમનો કાફલો રોકવામા આવશે. જે રીતે પોલીસ પરવાનગી વગર કાર્યલાયમા પ્રવેશ કર્યો છે. તેની લિગલ ટીમ સાથે અભિપ્રાય લઇ ફરિયાદ દાખલ કરાશે.

વધુ જુઓ ...
મહિલા કોંગ્રેસ (Congress)ના વિરોધ પહેલા જ પોલીસ દ્વારા મોંઘવારી (Inflation) પુતળાને કબજે કરી લેવામા આવ્યું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા (Ahmedabad Congress) દ્વારા મોંઘવારી મુદે વિરોધ પ્રદર્શન કરી મોંઘવારી પુતળા દહન કાર્યક્રમ જાહેર કરાયો હતો. પરંતુ મોંઘવારી પુતળુ મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ કાર્યાલય બહાર લઇ જાય તે પહેલા જ પોલીસ દ્વારા મોંઘવારીના પુતળાને કાર્યકર્તાઓ પાસેથી આંચકી લેવામા આવ્યું હતુ. પોલીસ અને કોગ્રેસ કાર્યકર્તા વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની હતી.

મોંઘવારી મુદે સમગ્રે દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ જાહેર કરાયો છે . જે અંતર્ગત અમદાવાદ મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પુતળાની નનામી કાઢી વિરોધ કરવાનો હતો. પરંતુ પોલીસ દ્વારા મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસેથી મોંઘવારીના નનામી આંચકી લેવામા આવી હતી. કદાચ પહેલી વાર આ ઘટના બની હશે કે પોલીસ કોઇ ખાનગી પક્ષની કાર્યલાયમા ઘુસી કોઇ પુતળુ લઇને આ રીતે ભાગી હશે. એક સમયે મહિલા પોલીસ અને મહિલા કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે રકઝક અને ખેંચતાણ જોવા મળ્યું હતુ. ઘટના ગંભીરતા જોતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી ડો રઘુ શર્મા પણ દોડી આવ્યા હતા.

આ પણ વાંચો- Price Hike: CNG-PNG અને LPG સિલિન્ડરના ભાવ ફરી વધશે, સરકારે ઘરેલુ ગેસના ભાવ બમણા કર્યા

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરોએ ગંભીર આરોપ ભાજપ સરકાર અને પોલીસ પર લગાવતા ચીમકી આપી હતી કે, જો આગામી સમયમાં સીએમ અને પીએમનો કાફલો રોકવામા આવશે. જે રીતે પોલીસ પરવાનગી વગર કાર્યલાયમા પ્રવેશ કર્યો છે. તેની લિગલ ટીમ સાથે અભિપ્રાય લઇ ફરિયાદ દાખલ કરાશે. તેમજ સીસીટીવી ચેક કરી પુરાવા રૂપે રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા સવારથી જ કોઇ પણ પરવાનગી પર કાર્યલાયની રૂમોમાં જઇ ચેકીંગ કર્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર સામે હજુ પણ આક્રમક રીતે વિપક્ષ પોતાનો વિરોધ કરશે.

આ પણ વાંચો- Sergey Lavrov India Visit: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ ભારત પહોંચ્યા

પ્રભાર ડો રઘુ શર્માએ પણ જણાવ્યુ હતુ કે, જે ઘટના બની છે તે લોકશાહીના હત્યા છે . ભાજપ વિપક્ષનો અવાજ દબાવા માટે કઇ પણ કરે પરંતુ કોંગ્રેસ કોઇ કાળે ડર નહી અનુભવે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને ગૃહ મંત્રી ચેતવણી છે કે આ રીતે હવે નહી કરો નહિતર ભવિષ્યમાં અમને પણ પીએમ રોકતા કોઇ નહી રોકી શકે . કાર્યલાય પર બનેલી ઘટના યોગ્ય નથી.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Congress Gujarat, અમદાવાદ પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन