કાશ્મીર મુદ્દા બાદ અમદાવાદમાં રહેતા કાશ્મીરીઓને પોલીસે સુરક્ષાની બાંયધરી

News18 Gujarati
Updated: August 6, 2019, 6:04 PM IST
કાશ્મીર મુદ્દા બાદ અમદાવાદમાં રહેતા કાશ્મીરીઓને પોલીસે સુરક્ષાની બાંયધરી
ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની તસવીર

અમદાવાદ શહેરની SOG અને ક્રાઇમબ્રાંચે સ્થાનિક પોલીસ સાથે સંકલન રાખી સરખેજ વિસ્તારના રહેતા અને મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુલાકત લઇ સંકલન કર્યું હતું.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ જમ્મુ કાશ્મીર માં 370 ની કલમ નાબૂદ કરતા સમગ્ર દેશવાસીના મુખે એક જ ચર્ચા થઇ રહી છે કે હવે શું. ત્યારે ગુજરાત પોલીસ પણ આ નિર્ણય બાદ સતર્ક થઇ ગઈ છે. ગુજરાત પોલીસ વડાએ સૂચના આપી છે.

જીલ્લા અને શહેર પોલીસ ને જેમાં સરહદી વસ્તાર માં પેટ્રોલિંગ વધુ કરવું અને સંવેદનલ વિસ્તાર માં પેટ્રોલિંગ કરવું. આ સહીત ખાસ ગુજરાતમાં રેહતા જે કાશ્મીરીઓ છે તેની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવું.

આ સહીત જે કાશ્મીરી વિદ્યાર્થીઓ છે તેમની સુરક્ષાનું ધ્યાન રાખવું. જેને લઇને અમદાવાદ શહેરની SOG અને ક્રાઇમબ્રાંચે સ્થાનિક પોલીસ સાથે સંકલન રાખી સરખેજ વિસ્તારના રહેતા અને મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની મુલાકત લઇ સંકલન કર્યું હતું.

આ મામલે એસઓજીના ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે કાશ્મીરી વિદ્યાર્થીઓ જ્યાં રહેતા હોય ત્યાંના એડ્રેસ, વિગતો પોલીસે પોતાની પાસે રાખી છે. તે લોકોને જરૂર પડ્યે સુરક્ષા આપવાનું પ્લાનિંગ કર્યું છે. આજે એક વખત આ તમામ વિદ્યાર્થીઓની પણ પોલીસે મુલાકાત કરી તે લોકોને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો.
First published: August 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading