અમદાવાદ: પોલીસનું સર્ચ ઓપરેશન, 240 હોટલોમાં 50 ટીમ દ્વારા કાર્યવાહી

News18 Gujarati
Updated: April 18, 2018, 4:11 PM IST
અમદાવાદ: પોલીસનું સર્ચ ઓપરેશન, 240 હોટલોમાં 50 ટીમ દ્વારા કાર્યવાહી

  • Share this:
અમદાવાદમાં સેક્ટર-2 પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું  હતુ. સેક્ટર 2 એડીશનલ પોલીસ કમિશ્નરના સુપરવિઝનમાં સમગ્ર શહેરના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને અલગ-અલગ હોટલ અને ગેસ્ટ હાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં પ્રોહીબીશનના અનેક કેસ કરવામા આવ્યાં હતાં. પોલીસ દ્વારા ટીમો બનાવીને આ કામગીરી કરવામાં આવી હતી.

શહેરમાં કુલ 240 હોટલોમાં 50 ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં કેટલાક સ્થળ પરથી મળતી માહિતી અનુસાર એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ પહેલા પણ અમદાવાદના સરદારનગરમાં ફરી એક વખત પોલીસ દ્વાર મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું..સેક્ટર 2 એડીશનલ પોલીસ કમિશ્નરના સુપરવિઝનમાં સમગ્ર શહેરના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને કુબેરનગર, છારાનગર, નરોડા પાટીયામાં પોલીસ દ્વાર સર્ચ કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસએ જે લીસ્ટેટ બુટલેગરો છે તેમના ત્યાં તપાસ કરી હતી.

ઉપરાંત જે નંબરપ્લેટ વગરના વાહનો છે તે પણ જપ્ત કરવામાં આવ્યાં હતા.
First published: April 18, 2018, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading