અમદાવાદના નરોડામાં ફિલ્મી ઘટનાને પણ હંફાવે તેવી ઘટના, યુવકની હત્યા થઈ રહી હતી અને પોલીસ પહોંચી
અમદાવાદના નરોડામાં ફિલ્મી ઘટનાને પણ હંફાવે તેવી ઘટના, યુવકની હત્યા થઈ રહી હતી અને પોલીસ પહોંચી
પોલીસે કાર ચાલકનું નામ પુછતા તેનુ નામ સંદિપ સુલતાનસિંગ જાટ હોવાનું અને તે નરોડા વિસ્તારનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું
Ahmedabad Crime: અત્યાર સુધી આપણે ફિલ્મોમાં એવુ જોતા આવ્યા છીએ કે કોઈ પણ ઘટના બને તો પોલીસ પાછળથી પહોંચતી હોય છે, પરંતુ અમદાવાદ (Ahmedabad News) માં પોલીસ સમયસર પહોંચી જતા એક યુવકનો જીવ બચી ગયો છે. પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે (Naroda Police) શંકાસ્પદ કાર ચેક કરતા તેમાં એક યુવક અન્ય યુવકની હત્યા (Murder) કરી રહ્યો હતો પરંતુ પોલીસે એક યુવકનો જીવ બચાવી લીધો.
અત્યાર સુધી આપણે ફિલ્મોમાં એવુ જોતા આવ્યા છીએ કે કોઈ પણ ઘટના બને તો પોલીસ પાછળથી પહોંચતી હોય છે, પરંતુ અમદાવાદ (Ahmedabad News) માં પોલીસ સમયસર પહોંચી જતા એક યુવકનો જીવ બચી ગયો છે. પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે (Naroda Police) શંકાસ્પદ કાર ચેક કરતા તેમાં એક યુવક અન્ય યુવકની હત્યા (Murder) કરી રહ્યો હતો પરંતુ પોલીસે એક યુવકનો જીવ બચાવી લીધો. નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station)માં ફરજ બજાવતા પોલીસકર્મીઓની સમય સૂચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો છે.
પોલિસ ગિરફ્તમાં આવેલ આ આરોપી એક યુવકને કારમાં બેસાડી હત્યા કરવા જઈ રહ્યો હતો પરંતુ નરોડા પોલીસ સ્ટેશનના ASI છોટુભાઈ, કોન્સ્ટેબલ વિક્રમસિંહ અને એલઆરડી અલ્પેશકુમાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને તેમને નાના ચીલોડા રીંગરોડ સર્કલ પાસે એક સફેદ કલરની ક્વીડ કાર અંધારામાં ઉભી હોવાથી ASI છોટુભાઈને શંકા જતા તેઓની પાસે રહેલી ટોર્ચથી ગાડી ચેક કરતા ગાડીમાં ડ્રાઈવર સીટ પર બેઠેલો યુવક તેની બાજુની સીટ પર બેઠેલા યુવકને દોરીથી ગળેટૂંપો આપી હત્યા કરતો જોવા મળ્યો હતો.
આ બનાવ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી પોલીસે ગાડીનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા કાર અંદરથી લોક હતી. પોલીસે કારનો કાચ ખખડાવતા કારચાલકે દરવાજો ખોલ્યો હતો. ત્યારે પોલીસે કારમાં અંદર જોતા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલો યુવક બેભાન અવસ્થામાં હતો અને તેનાં ગળા પર દોરી વિંટાળેલી હતી. પોલીસે તાત્કાલીક ડ્રાઈવીંગ સીટ પરનાં યુવકને પકડી બેભાન યુવકને બચાવવા માટે 108 ને ફોન કરી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસે કાર ચાલકનું નામ પુછતા તેનુ નામ સંદિપ સુલતાનસિંગ જાટ હોવાનું અને તે નરોડા વિસ્તારનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. મહત્વ નુ છે કે ભોગ બનનાર રામસ્વરૂપ પ્રેમનંદ જાંગીડનો જીવ તો બચી ગયો પરંતુ સમગ્ર ઘટના પાછળ રૂપિયાનું કારણ સામે આવ્યું છે. સંદીપ જાટને રામસ્વરૂપ જાગડ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. જે પૈસા તે ઘણા સમયથી ન આપતા અંતે તેણે પૈસા મામલે રામસ્વરૂપને ઘરેથી કારમાં બેસાડી રીંગ રોડ પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ દોરીથી ગળેટૂંપો આપી હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર