અમદાવાદઃ 8 લાખની લાંચ લેનારા DySPની કાર બિનવારસી મળી આવી

News18 Gujarati
Updated: August 8, 2019, 4:54 PM IST
અમદાવાદઃ 8 લાખની લાંચ લેનારા DySPની કાર બિનવારસી મળી આવી
અમદાવાદની સોલા પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી જે એમ ભરવાડનો યુનિફોર્મ પણ મળી આવ્યો હતો.

અમદાવાદની સોલા પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી જે એમ ભરવાડનો યુનિફોર્મ પણ મળી આવ્યો હતો.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ થોડા સમય પહેલા જ રાજકોટના જેતપુરમાં રૂપિયા 8 લાખની લાંચ સ્વીકારવાના કેસમાં ફરાર DySPની ગાડી અમદાવાદમાંથી બિનવાસરી હાલતમાં મળી આવી છે. ગાડીમાં DySPનો યુનિફોર્મ પણ મળી આવ્યો છે. અમદાવાદ પોલીસ ગાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જેતપુરમાં ફરજ બજાવતા DySP જે એમ ભરવાડ રૂપિયા 8 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા, ત્યારબાદથી જે એમ ભરવાડ ફરાર થઇ ગયા હતા, આ દરમિયાન ગુરુવારે અમદાવાદમાં આવેલા સોલા વિસ્તાર પાસેથી કારગિલ પેટ્રોલ પંપ નજીકથી જે એમ ભરવાડી ગાડી બિનવારસી સ્થિતિમાં મળી આવી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ MBBSની પરીક્ષામાં માર્ક્સ વધારવા ક્લાર્કે લાંચ માંગી; ACBમાં ગુનો નોંધાયો

અમદાવાદની સોલા પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી જે એમ ભરવાડનો યુનિફોર્મ પણ મળી આવ્યો હતો. તો કારમાં આગળની તરફ નંબર પ્લેટ ન હતી, જ્યારે પાછળ નંબર પ્લેટ હતી અને બાજુમાં પોલીસ લખેલું હતું. ત્યારે પોલીસે કાર અને યુનિફોર્મ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો

જેતપુર સિટી પોલીસમાં ફરજ બજાવતા હથિયારી કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદ સોનારા અને જેતપુર ડિવિઝનમાં વર્ગ 1 તરીકે ફરજ બજાવતા Dysp જે એમ ભરવાડ આરોપી પાસેથી રૂપિયા આઠ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.ફરિયાદીના મિત્રનુ નામ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામાં ખુલ્યું હોવાનુ કહી આરોપી કોન્સ્ટેબલ ગોવિંદ સોનારાએ જણાવ્યું હતું. ત્યારબાદ ફરીયાદીને Dysp પાસે રજુ કરવા અને માર નહી મારવા તેમજ વધુ પુછપરછ નહીં કરવાના બદલામાં Dysp વતી કોન્સ્ટેબલે ફરીયાદી પાસે લાંચ પેટે રૂપિયા ૧૦,૦૦,૦૦૦/-ની માંગણી કરી હતી, જો કે અંતે આ સોદો રૂપિયા ૮,૦૦,૦૦૦/-માં નક્કી થયો હતો.જો કે ફરીયાદી લાંચ આપવા માંગતો ન હતો, જેથી તેણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. દ્વારા ગોઠવેલા લાંચના છટકામાં આરોપી કોન્સ્ટેબલે ફરીયાદી પાસે લાંચની માંગણી કરી લાંચ સ્વીકારી આરોપી dysp સાથે મોબાઈલ ફોનથી વાત કરી લાંચની રકમ આવી ગયેલાનું જણાવ્યું હતું. જો કે આ દરમિયાન આરોપી કોન્સ્ટેબલ ગોવિંદને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
First published: August 8, 2019
વધુ વાંચો
अगली ख़बर