દિલ્હીમાં 34,800 પોલીસ જવાનોની સ્મૃતિમાં 31મી ઑક્ટોબરે સ્મારકનું લોકાર્પણ થશે

News18 Gujarati
Updated: September 30, 2019, 5:43 PM IST
દિલ્હીમાં 34,800 પોલીસ જવાનોની સ્મૃતિમાં 31મી ઑક્ટોબરે સ્મારકનું લોકાર્પણ થશે
શાહે જણાવ્યું હતુ કે પી.એમ. મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવી જવાનોને સાચુ સન્માન આપ્યું છે.

રેપિડ ઍક્શન ફૉર્સ આર.એ.એફની 27મી વર્ષગાંઠ નિમિત્તે દેશના ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) હાજરી આપી, શહીદ જવાનોના પરિવારજનોને રાષ્ટ્રપતિ (president) વિરતા પુરસ્કાર એનાયત કરવામા આવ્યો

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : રેપિડ ઍક્શન ફૉર્સ(આર.એ.એફની) 27મી વર્ષગાંઠ નિમીત્તે વસ્ત્રાલ ખાતે આવેલા હેડક્વાર્ટરમાં પરેડ યોજાઇ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ હાજર રહ્યા હતા. પરેડમાં જવાનોએ તેમના કાર્યની ઝાંખી પણ રજૂ કરી હતી. ડોગસ્કવૉડનુ ફોર્સમાં મહત્ત્વપૂર્ણ યોગદાન છે ત્યારે સ્કવૉડની પણ ઝાંખી રજૂ કરાઇ હતી. પરેડમા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર સહીત સાસંદ સભ્યો અને ઘારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં આગામી 31મી ઑક્ટોબરે 34,800 શહીદોના બલિદાનની ગાથા રજૂ કરતું પોલીસ સ્મારકનું લોકાર્પણ કરાશે.

કાશ્મીર સામે જે લોકો આંખ ઉંચી કરીને પણ જોશે તેમને જવાનો જવાબ આપશે તેમ અમિત શાહે આર.એ.એફની 27મી વર્ષગાંઠ નિમીત્તે યોજાયેલ પરેડમાં જણાવ્યુ હતું. રેપિડ ઍક્શન ફૉર્સ 27મી વર્ષગાંઠ ઉજવી રહ્યુ છે ત્યારે આરએએફ ખાતે પરેડનુ આયોજન કરવામાં આવ્યુ હતુ... જેમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે પ્રથમ તો પરેડનુ નિરીક્ષણ કર્યુ હતુ. ગૃહમંત્રી અમિત શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે 'દેશ માટે હજારો જવાનોએ બલિદાન આપ્યુ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370 અને 35એ કલમ હટાવીને મોદીએ તેમને સાચુ સન્માન આપ્યુ છે. 70 વર્ષમાં કોઇએ આ કલમ હટાવવાની સાહસ કર્યુ નથી ત્યારે મોદીએ કલમ હટાવીને કાશ્મીરમા નવા યુગની શરૂઆત કરી છે.'

આ પણ વાંચો :  અંબાજી નજીક લક્ઝરીનો ગમખ્વાર અકસ્માત, 5ના મોતની આશંકા, 15 લોકો દટાયા

પરેડમાં જવાનોને સન્માનિત કરાયા સાથે સાથે શહીદ જવાનોના પરિવારજનોને રાષ્ટ્રપતિ વિરતા પુરસ્કાર એનાયત કરવામા આવ્યો હતો.અમિત શાહે વધુમાં જણાવ્યું કે 'જેટલા પણ જવાનોએ દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું તે લોકો માટે દિલ્લીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું નિર્માણ મોદી સરકારે કર્યું છે અને તેની ભવ્ય રચના કરાઇ છે. 34, 800 જવાનોની બલિદાનની ગાથા ત્યાં સાંભળવા મળશે. સાથે સાથે તે ગાથાનો લેખાંકિત ઇતિહાસ પણ ત્યાં મૂકાશે. પર્યટનના નક્ષા પર તે સ્મારક આગામી સમયમાં આવશે. તેનો લોગો અને ચિહ્ન 31મી ઑક્ટોબરના રોજ લોકાર્પણ કરાશે.

 
First published: September 30, 2019, 5:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading