પતિ-પત્ની ઔર વોઃ પોલીસ જવાનની પત્નીને તાબે થવા ધમકી આપનાર સામે ફરિયાદ

News18 Gujarati
Updated: September 24, 2019, 9:38 AM IST
પતિ-પત્ની ઔર વોઃ પોલીસ જવાનની પત્નીને તાબે થવા ધમકી આપનાર સામે ફરિયાદ
તમે કોઇને પ્રેમ કરો છો અને પછી તમારા જીવનમાં તે લાઇફ પાર્ટનર બનીને આવે છે. શરૂઆતમાં આ સંબંધો પ્રેમ, હૂફ, રૉમાન્સ બધુ જ હોય છે તો પછી કેમ થોડા સમયમાં જ તમને આ સંબંધો નીરસ લાગવા લાગે છે? તેની પાછળ તેવી કેટલીક નાની નાની વાતો જવાબદાર હોય છે જે શરૂઆતમાં તો ખૂબ જ નાની લાગતી હોય છે પણ લાંબા સમયે આ જ નાની વાતો મોટી વાતો બની જાય છે અને લાવી દે છે સંબંધોમાં ખટાશ. ત્યારે જો તમારા સંબંધો પણ ખટાશ આવી ગઇ હોય તો આ રીતે સંબંધોમાં ભેળવો પ્રેમની ચાસણી

વર્ષ 2015માં શાદી ડોટ કોમ પરથી એક યુવક સાથે લગ્ન બાબતે આ યુવતી પરિચયમાં આવી હતી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: રાજકોટ શહેરમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીની પત્નીને પોતાના તાબે થવા માટે એકતરફી પ્રેમમાં દબાણ કરનારા શખ્સ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

યુવતીનો આક્ષેપ છે કે, મૌલેષ એક તરફી પ્રેમમાં બીભત્સ માંગણી કરતો હતો..યુવતી તેના તાબે નહી થાય તો સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરશે અને તેના પતિને મારશે તેવી પણ ધકી આપતો હતો.

ચાંદખેડામાં રહેતી મુળ મધ્યપ્રદેશની 32 વર્ષીય પરિણીતા તેના પુત્ર સાથે રહે છે અને સી.જી રોડ પર એક કાર શો-રૂમમાં નોકરી કરે છે. વર્ષ 2005માં તેના એક યુવક સાથે લગ્ન થયા હતા અને બાળકને જન્મ આપ્યો હતો પણ પતિનો ત્રાસ હોવાથી તેણે વર્ષ 2008માં છુટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ સી.જી રોડ પર યુવતીએ નોકરી શરૂ કરી હતી ત્યાં એક પરિચીત મિત્રએ મૌલેશ નામના યુવક સાથે પરિચય કરાવ્યો હતો. મૌલેશ બરોડા ખાતે નોકરી કરતો હતો. આ યુવતી તેના જીવનની અંગત વાતો મૌલેશને જણાવતી હતી. જેથી બંને વચ્ચે નીકટના સંબંધો બંધાયા હતા અને મૌલેશને અમદાવાદમાં નોકરી મળતા તેના પરિવારને પણ આ યુવતી સાથે મળાવી હતી. પણ મૌલેશ વધુ નીકટ આવતા યુવતીને ગમતું ન હતું પણ તે એકલી હોવાથી કાંઇ કરી શક્તી પણ ન હતી.

વર્ષ 2015માં શાદી ડોટ કોમ પરથી એક યુવક સાથે લગ્ન બાબતે આ યુવતી પરિચયમાં આવી હતી. તેણે પોતાના પરિવાર સાથે વાત કરાવી હતી અને તેણે ડિવોર્સી હોવાનું પણ જણાવ્યું હતું. બીજીતરફ યુવક રાજકોટ શહેરમાં પોલીસ વિભાગમાં હોવાથી બંનેએ લગ્ન માટે મંજૂરી દર્શાવતા જુનાગઢ કોર્ટમાં વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ લગ્નની જાણ યુવતીએ મૌલેશને કરી હતી અને તેના પતિને નહી ગમે તેમ સમજી મૌલેશને દૂર રહેવા કહ્યું હતું. પણ મૌલેશને આ વાત ગમી ન હતી. અને તેણે પોતાની સાથેના સંબંધની વાતો તેના પતિને કરી દેશે અને લગ્નજીવન ભંગાવી નાખશે તેવી ધમકીઓ આપી હતી.

આ તમામ બાબતો યુવતીએ તેના પતિને કરતા કોન્ફરન્સ કોલમાં વાત કરી હતી. ત્યારે મૌલેશે ધમકી આપી કે, સોશિયલ મીડીયા પર મૌલેશના અને યુવતીના ફોટો મૂકી દેશે અને યુવતીના પતિને જીવવા નહિ દે. આખરે કંટાળીને યુવતીએ મૌલેશ સામે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
First published: September 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading