Home /News /madhya-gujarat /પોલીસકર્મીએ ઓનલાઇન સુનાવણી દરમિયાન પીધું સોફ્ટ ડ્રિંક, જાણો ગુજરાત હાઈકોર્ટે પછી શું કર્યું?

પોલીસકર્મીએ ઓનલાઇન સુનાવણી દરમિયાન પીધું સોફ્ટ ડ્રિંક, જાણો ગુજરાત હાઈકોર્ટે પછી શું કર્યું?

પ્રતીકાત્મક તસવીર

Gujarat news: પોલીસ કર્મી રાઠોડને આડે હાથ લીધા બાદ સીજેએ કહ્યું હતું કે, "તે કોકા કોલા રાઠોડ છે."

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે મંગળવારે ઓનલાઇન થતી કોર્ટ કાર્યવાહી (Online court proceedings) દરમિયાન સોફ્ટ ડ્રિંક પીવા બદલ એક પોલીસ અધિકારી (PI)ની આકરી ઝાટકણી કાઢી હતી.


કોર્ટની સુનાવણી દરમિયાન પી રહ્યા હતા પીણું


મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ ટ્રાફિક નિયમના ભંગ બદલ એક મહિલાને માર મારવા બદલ શહેર ટ્રાફિક પોલીસ સામે તિરસ્કારની કાર્યવાહી પહેલા, ન્યાયાધીશ કુમારે જોયું કે, એક પોલીસ અધિકારી, જેણે પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. રાઠોડના નામે લોગ ઇન કર્યું હતું, સોફ્ટ ડ્રિંક કેન દ્વારા ડ્રિંક પી રહ્યો હતો. ન્યાયાધીશે સરકારી વકીલનું ધ્યાન દોર્યું અને કહ્યું કે, તે શું છે તે જાણી શકાતું નથી. "શું આ રીતે એક પોલીસ અધિકારી કોર્ટમાં હાજર થાય છે? જો કોર્ટ શારીરિક રીતે કામ કરી રહી છે, તો શું તે કેન સાથે આવશે?" રાઠોડને આડે હાથ લીધા બાદ સીજેએ કહ્યું હતું કે, "તે કોકા કોલા રાઠોડ છે."


આ પણ વાંચો - મસ્જીદમાં અઝાન સમયે લાઉડસ્પીકર વગાડવા મુદ્દે દાખલ PIL સંદર્ભે HCએ ગુજરાત સરકારને ફટકારી નોટિસ

સરકારી વકીલે માંગી માફી


આ મામલે ચીફ જસ્ટિસે સરકારી વકીલ પાસે પૂછપરછ કરી. એ બાદ અધિક સરકારી વકીલ તરફથી તેમના વતી માફી પણ માગી. સરકારી વકીલે કહ્યું હતું કે, આમ પણ તેઓ ચિંતામાં છે, જેની સામે ચીફ જસ્ટિસે જવાબ આપતાં કહ્યું હતું કે 'હવે તેઓ વધુ મુશ્કેલીમાં મુકાશે, તેઓ અધિકારીને છોડશે નહિ'.


આ પણ વાંચો - ગાંધીનગર: વિદેશ મોકલવાના બહાને ખંડણી વસૂલવાના કેસમાં તપાસ તેજ, સંતોષ અને સુશીલના ઘર-ઓફીસમાં દરોડા

પાલીસ કમિશ્નરને કરી ટકોર


ખાસ કરીને જ્યારે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ કાર્યવાહી પર નજર રાખી રહ્યા હતા ત્યારે પણ તેમણે તેમના આચરણ પર નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસ કમિશનરને ઓનલાઇન બોલાવવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને કહ્યું હતું કે, "આવી ઘટનાને કારણે લોકો તમામ પોલીસ અધિકારીઓને એક જ સરખા સમજશે અને તેમના મનમાં ગેરસમજ ઊભી થશે.


આ તે કેસ છે જેમાં તમારે દખલ કરવી જોઈએ અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. " આ ઉપરાંત કોર્ટે માર મારવાની ઘટનામાં સામેલ અધિકારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે રિપોર્ટ માંગ્યો છે.


Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat highcourt, Gujarat police, અમદાવાદ, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन