અમદાવાદ : 'કેમ પોલીસને અમારી બાતમી આપે છે?' બાતમીદાર પર 'ડેડી' અને 'અંડા'એ કર્યો હુમલો

અમદાવાદ : 'કેમ પોલીસને અમારી બાતમી આપે છે?' બાતમીદાર પર 'ડેડી' અને 'અંડા'એ કર્યો હુમલો
પ્રતિકાત્મક તસવીર

આધેડ વ્યક્તિ પર હુમલો કર્યા બાદ લુખ્ખા તત્વોની ધમકી 'હવે પોલીસ પાસે ફરિયાદ કરવા જઈશ તો જાનથી મારી નાખીશ'

  • Share this:
અમદાવાદ: ગોમતીપુર પોલીસના (Ahmedabad Police) બાતમીદાર (Informer) એવા આધેડને 'ડેડી' અને 'અંડો' નામના શખસોએ ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. 'પોલીસને કેમ બાતમી આપે છે, પોલીસ અમને હેરાન કરે છે' તેમ કહી આ બંને શખ્સોએ આધેડને  ઢોર માર માર્યો હતો. બાદમાં 'હવે ફરિયાદ કરશે તો મારી નાખશે' તેવી ધમકી આપી બને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે (Gomtipur Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના  ગોમતીપુર વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ઉસમાનખાન પઠાણ રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉસમાનખાનના ઘર પાસે ઇરફાન ઉર્ફે ડેડી તથા જુનેદ ઉર્ફે અંડા નામના બે લોકો રહે છે. બે દિવસ અગાઉ આ ઇરફાન ઉર્ફે ડેડી એ આવીને ઉસમાનખાન ને ધમકી આપી કે "તું પોલીસને મારી બાતમી આપે છે અને પોલીસ મને હેરાન કરે છે". બાદમાં આ બાબતે બોલાચાલી કરી ઇરફાન ઉર્ફે ડેડી એ મારવાની ધમકી આપતા ઉસમાનખાન તેની પુત્રીના ઘરે જતા રહ્યા હતા.



આ પણ વાંચો :  સુરત : PSI અમિતાની આજે મેરેજ એનિવર્સરી હતી, ડાયરીમાં વ્યથા લખી કર્યો આપઘાત

આજે જ્યારે ઉસમાનખાન તેમનું બાઇક લઈને આ વિસ્તારમાં ચા પીવા નિકળયા હતા. ત્યારે રસ્તામાં લાલ કલરની એક ગાડી તેમની પાસે આવી હતી. તેમાંથી ઇરફાન ઉર્ફે ડેડી અને જુનેદ ઉર્ફે અંડો નિકલ્યા હતા. આ બને શખસોએ ઉસમાનભાઈ ને ધમકી આપી કે કેમ અમારી બાતમી પોલીસને આપે છે? તેમ કહી ઉસમાનભાઈ ને માર માર્યો હતો.

ગાડીમાંથી આ શખસોએ હથિયાર બેઝબોલ કાઢી ઉસમાનભાઈ ને માર માર્યો હતો અને ધમકી આપી કે હવે પોલીસ પાસે ફરિયાદ કરવા જઈશ તો જાનથી મારી નાખીશ.તેવામાં ઉસમાનભાઈ ને કેટલાક લોકોએ મારમાંથી છોડાવ્યા બાદ તેઓએ આ અંગે ફરિયાદ આપતા ગોમતીપુર પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : ઘરમાંથી પકડાયું હતું આલીશાન દારૂ-બાર, હવે PASA લાગતા ખાવી પડશે જેલની હવા

આમ અમદાવાદમાં પોલીસના બાતમીદારો જ અસુરક્ષિત હોવાની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે, તો બીજી બાજુ પોલીસનો ડર લુખ્ખા તત્વોમાં ન હોવાનું ચિત્ર પણ ઉપસી આવ્યું છે. જોકે, પોલીસ આ કેસમાં ક્યા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું
Published by:Jay Mishra
First published:December 06, 2020, 07:20 am

ટૉપ ન્યૂઝ