અમદાવાદીઓ ચેતજો, અત્યાર સુધીમાં પોલીસે 17 હજાર ગુના નોંધી 25 હજાર લોકોને પકડ્યા


Updated: May 20, 2020, 4:55 PM IST
અમદાવાદીઓ ચેતજો, અત્યાર સુધીમાં પોલીસે 17 હજાર ગુના નોંધી 25 હજાર લોકોને પકડ્યા
શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 17,289 ગુના નોંધી 25,486ની અટકાયત કરાઇ છે

લોકડાઉન-4 માં હવે થોડી ઘણી સરકારે ભલે છૂટ આપી હોય પણ હજુય લોકોએ સમજીને ઘરે રહેવું પડશે કારણકે હજુ કોરોનાનો કહેર ખતમ થયો નથી

  • Share this:
અમદાવાદ : લોકડાઉન-4 માં હવે થોડી ઘણી સરકારે ભલે છૂટ આપી હોય પણ હજુય લોકોએ સમજીને ઘરે રહેવું પડશે કારણકે હજુ કોરોનાનો કહેર ખતમ થયો નથી. જો લોકો ઘરે નહીં રહે તો પોલીસ હજુય કાર્યવાહી કરશે જ. લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં અમદાવાદ પોલીસે 17,289 ગુના નોંધી 25,486 લોકોની ધરપકડ કરી છે. પોલીસ જીવના જોખમે લોકોના સંપર્કમાં આવીને પોતાની ફરજ અદા કરી રહી છે. અને આવા સંક્રમણને કારણે જ બે પોલીસકર્મીઓ કોરોનાનો શિકાર બની મોતને ભેટતા પોલીસ વિભાગમાં દુઃખનો માહોલ છે.

કોરોનાના કહેર વચ્ચે સરકારે જે પણ છૂટછાટ આપી તેનો ક્યાંક લોકો દુરુપયોગ કરી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અંશતઃ નિયમોનું પાલન થઈ રહ્યું છે પણ પૂર્વ વિસ્તારમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. સસ્તા અનાજની દુકાન હોય કે અન્ય કોઈ પણ જગ્યા તથા શાકભાજીની લારીઓ ઉપર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. જેથી આગામી સમયમાં આ પરિસ્થિતિ ભયાનક સ્વરૂપ લઈ શકે છે અને તેથી જ પોલીસ પણ લોકો સામે કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો - ATM માંથી નીકળવા લાગ્યા ડબલ પૈસા તો લૉકડાઉનમાં પણ લાગી ગઈ લોકોની લાંબી લાઇન

શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 17,289 ગુના નોંધી 25,486ની અટકાયત કરાઇ છે. જ્યારે 144, 188ના ભંગ બદલ 8,148 ગુના નોંધી 14,124 લોકોની અટકાયત કરાઈ છે. તો એપેડેમીક ડીસીઝ એકટ મુજબ 4,043 ગુના નોંધાયા અને કુલ 5,539 લોકોની ધરપકડ કરાઈ છે અને હંગામો કરનાર લોકો સામે અત્યાર સુધી 23 ગુના નોંધી 154 લોકોને પકડ્યા છે. પોલીસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ 5,075 ગુના નોંધી 5,669 લોકો ની અટકાયત કરી છે.

લોકડાઉન દરમિયાન અનેક લોકોના વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા. ગઈકાલે 941 વાહનો ડિટેઇન કરી 1,24,900 લાખ રુપિયાનો દંડ વસુલ્યો છે અને અત્યાર સુધી 26149 વાહનો મુક્ત પણ કર્યા છે. તો પોલીસની ત્રીજી આંખ એવા ડ્રોન દ્વારા કુલ 943 ગુના નોંધી 2022 ની ધરપકડ કરાઈ છે. સીસીટીવી સર્વેલન્સથી 170 ગુના નોંધી 202 લોકોની ધરપકડ કરાઈ અને પીસીઆર વાન અને પ્રહરી વાન દ્વારા કુલ 458 ગુના નોંધાયા છે. સાયબર ક્રાઇમ દ્વારા કુલ 17 ગુના નોંધી 24 લોકોની ધરપકડ કરાઈ છે.

પોલીસ જોખમ લઈને પોતાની ફરજ નિભાવી રહી છે. જેથી લોકોના સંપર્કમાં આવતા અત્યાર સુધીમાં 200થી વધુ પોલોસકર્મી કે અધિકારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને જેમાંથી અનેક જવાનો કોરોનાને મ્હાત આપીને પરત આવ્યા છે. પોલીસના આજની તારીખે 63 એક્ટિવ કોરોના પોઝિટિવ કેસ છે જેમાં 47 પોલીસ વિભાગના અને 16 અન્ય ફોર્સના લોકો છે. જોકે 230 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. પણ પોલીસ વિભાગ માટે દુઃખની વાત એ છે કે અત્યાર સુધીમાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીના કોરોનાને કારણે મોત થયા છે.
First published: May 20, 2020, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading