Home /News /madhya-gujarat /

Ahmedabad news: હાઈ ટેક ચોર, youtube પર જોઈને ચોરી બનાવતા હતા ચોરીનો માસ્ટર પ્લાન

Ahmedabad news: હાઈ ટેક ચોર, youtube પર જોઈને ચોરી બનાવતા હતા ચોરીનો માસ્ટર પ્લાન

અમદાવાદના પકડાયેલા હાઈટેક ચોર

Ahmedabad crime news: આરોપી ઓએ ચોરી કરવા માટે યુ ટ્યુબ (youtube video) પર વીડિયો જોઇને જરૂરી સાધન સામગ્રી ખરીદી અને બાદમાં ચોરીના બનાવને અંજામ આપ્યો. હાલમાં પોલીસે (police arrested accused) આરોપીઓને ઝડપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ અમદાવાદ શહેરના (Ahmedabad) ચાંદખેડામાં (chandakheda) બે જવેલર્સમાં ચોરી (two jewelers) કરીને પોલીસની (police) ઊંઘ કરનાર આરોપી ઓને પકડવામાં આખરે સફળતા મળી છે. જોકે આરોપી ઓએ ચોરી કરવા માટે યુ ટ્યુબ (youtube video) પર વીડિયો જોઇને જરૂરી સાધન સામગ્રી ખરીદી અને બાદમાં ચોરીના બનાવને અંજામ આપ્યો. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શહેરના ચાંદખેડા વિસ્તાર માં એક જ અઠવાડિયા માં એક સરખી મોડસ ઓપરેન્ડી થી ચોરી કરનાર ત્રણ આરોપી ઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ ધરપકડ કરી છે. અને ચોરી માં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ એ હિતેષ પરમાર, હિતેષ પારેગી અને ભરતસિંહ રાઠોડની ધરપકડ કરી છે.

આરોપી ઓએ 24 મી નવેમ્બર એ આઇ ઓ સી રોડ પર આવેલ રાજ જવેલર્સમાંથી આશરે 20 લાખની રકમ ન દાગીના અને 1.35 લાખ રોકડા જ્યારે 2 ડિસેમ્બર એ ગજાનંદ જ્વેલર્સ માંથી 6.50 લાખ ના દાગીના ની ચોરી કરી હતી.

જો કે મહત્વ ની બાબત તો એ છે કે પકડાયેલ આરોપી હિતેષ પરમાર આં ચોરી નો માસ્ટર માઇન્ડ છે. જેણે જે દુકાન માં ચોરી કરવાની છે તેની બાજુ ની દુકાન માંથી દીવાલ માં કેવી રીતે બાકોરું પાડી શકાય તે માટે યુ ટ્યુબ પર વીડિયો જોતો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ કાર અકસ્માતનો live video,બેકાબુ કાર ધડાકાભેર ડિવાઈડરને અથડાઈ, યુવરાજ રાણાનું મોત

અને વિડિયો જોયા બાદ તેણે ગેસ કટ્ટર, સાદું કટર, કોષ, જો કોઈ જ્વેલર્સનું દુકાનમાં તિજોરી હોય તો તેને તોડવા માટે ઇલેક્ટ્રીક કટર ખરીદ્યા હતા. જે તમામ સાધનો ઉપયોગ કરીને દીવાલમાં બાકોરું પાડીને ચોરીને અંજામ આપતા હતા.

આ પણ વાંચોઃ-હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

જ્યારે રેકી કરવા માટે કોઈ પણ જવેલર્સની સામે ઊભા રહેતા અને આં વિસ્તાર માં માણસો ની હેરફેર કેટલી થાય છે. તેની માહિતી એકત્રિત કરી રાતના સમયે જવેલર્સ નું બાજુ ની દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરતા અને દીવાલમાં બાકોરું પાડીનેં જવેલર્સમાં પ્રવેશ કરતા હતા. આરોપીઓએ આં સિવાય અન્ય કોઈ ગુના ને અંજામ આપ્યો છે કેમ તે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad news, Crime news, Gujarati News News

આગામી સમાચાર