શાહઆલમ તોફાન : 'અમારી પાસે માત્ર લાઠી હતી, લાઠીચાર્જનો પણ આદેશ ન હતો'

News18 Gujarati
Updated: December 20, 2019, 1:51 PM IST
શાહઆલમ તોફાન : 'અમારી પાસે માત્ર લાઠી હતી, લાઠીચાર્જનો પણ આદેશ ન હતો'
એલ.જી.ખાતે સારવાર હેઠળ પોલીસકર્મીઓ.

એલજી હોસ્પિટલ ખાતે દાખલ પોલીસકર્મીઓના કહેવા પ્રમાણે અહીં મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનેરો લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળ્યા હતા.

  • Share this:
અમદાવાદ : શહેરમાં ગુરુવારે રાત્રે શાહઆલમ ખાતે થયેલા તોફાનોમાં 20થી વધારે પોલીસકર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. તમામ લોકોને સારવાર માટે શહેરની એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ન્યૂઝ18 ગુજરાતીએ એલ.જી. હોસ્પિટલની મુલાકાત લઈને શાહઆલમમાં ખરેખર શું થયું હતું તેની જાણકારી ઘાયલ પોલીસકર્મીઓ પાસેથી મેળવી હતી. પોલીસકર્મીઓના કહેવા પ્રમાણે ચારથી પાંચ હજારનું ટોળું અચાનક તેમના પર તૂટી પડ્યું હતું. ટોળાએ પોલીસને ટાર્ગેટ કરી હતી. પોલીસ પાસે પોતાનો બચાવ કરવા માટે લાઠી અને હેલ્મેટ સિવાય કંઈ ન હતું. એટલું જ નહીં તેમને લાઠીચાર્જ કરવાનો પણ આદેશ ન હતો.

શાહઆલમ ખાતે કેવી રીતે હિંસા ભડકી?

એલજી હોસ્પિટલ ખાતે દાખલ પોલીસકર્મીઓના કહેવા પ્રમાણે અહીં મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનેરો લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળ્યા હતા. રેલીને મંજૂરી ન હોવાથી પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમાંથી અમુક લોકોને વાનમાં બેસાડી દીધા હતા. જે બાદમાં ટોળાએ પોલીસને ટાર્ગેટ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે બચવા માટે હાથમાં આવે એ વસ્તુઓનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. ટોળાએ એટલા પથ્થરો વરસાવ્યા હતા કે ઢાલ માટે લીધેલી ખુરશીઓ પણ તૂટી ગઈ હતી.

એલજી હોસ્પિટલ ખાતે 28 લોકોને સારવાર માટે ખસેડાયા

એલજી હોસ્પિટલ તરફથી મળેલી માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે હોસ્પિટલમાં સારવાર માટે કુલ 28 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં નવ લોકોને ઓપીડી સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી, જ્યારે બાકીના લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ થયેલા લોકોને સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. 28માંથી 24 લોકો પોલીસકર્મીઓ હતા, જ્યારે ત્રણ લોકો મીડિયાકર્મી હતા, જ્યારે એક અન્ય વ્યક્તિ હતો. મોટા ભાગના પોલીસકર્મીઓને છાતી અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેમાંથી અનેક કર્મીઓને ટાંકા લેવા પડ્યા છે. શુક્રવારે ચાર દર્દીઓને બાદ કરતા તમામ લોકેને રજા આપી દેવામાં આવી છે.
First published: December 20, 2019, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading