અમદાવાદઃ હોળી-ધુળેટીને (Holi-Dhuleti) લઈ તમામ લોકો તૈયારીઓ કરી ચુક્યા છે અને ખાસ કરીને 2 વર્ષ થી લોકો તહેવારની (festival celebration) મજા લઈ શક્યા નથી જેથી આ વખતે લોકો પુર જોર શોરથી ઉજવવા માટે લાગી ગયા છે એવા દારૂ પીને ફરતા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ પણ મેદાને આવી ગઈ છે. ખાસ કરીને અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં 4 દિવસની સ્પેશિલ ડ્રાઈવનો આદેશ આપી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે cp દ્વારા એક પરિપત્ર બહાર પાડી ને જાણ કરવામાં આવી છે કે 17 માર્ચથી 21 માર્ચ સુધી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે અને જેમાં ડ્રન્ક અને ડ્રાઈવ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેને લઈ ટ્રાફિક પોલીસની સ્પેશ્યલ ટીમ તૈયાર કરી દેવામાં આવી અને આ ટીમ જે પણ કાર્યવાહી કરશે તેનો રિપોર્ટ સોંપવાનો રહેશે. આ કાર્યવાહી 4 દિવસ સુધી ચાલશે અને જે રિપોર્ટ ક્યારે પણ મંગાવવા માં આવી શકે છે.
મહત્વ નું છે કે આ પરિપત્ર પેહલા પણ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં 17 અને 18 માર્ચ હોળી હોવાથી મોટી માત્રામાં લોકો ભેગા થતા હોય છે અને જેમાં રસ્તાથી પસાર થતા લોકો ઉપર કાદવ અથવા રંગ નાખી દેવામાં આવતું હોય છે.
જેથી આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં કોઈ પણ રાહદારીઓ અથવા કોઈના મકાન મિલકત ઉપર અથવા વાહનો અથવા વાહન પર જતાં લોકો ઉપર કાદવ કીચડ રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી વગેરે નાખવું નહીં જો કોઈ પણ વ્યક્તિ આવું કરશે. તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનયી છેકે આ પહેલા ગુજરાત પોલીસે ગુજરાતભરમાં નવ દિવસ માટે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જેમાં હેલ્મેટ, શીટ બેલ્ટ સહિતના તમામ પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલક પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ નવ દિવસમાં ગુજરાત પોલીસે કરોડો રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતા. માત્ર અમદાવાદમાં આશરે 23 લાખ રૂપિયા જેટલી રકમ એકત્રીક થઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર