અમદાવાદઃ બુલેટને શોધવા પોલીસે દફન કરેલા મૃતદેહને બહાર કાઢી PM કરાવ્યું

News18 Gujarati
Updated: August 26, 2019, 10:27 PM IST
અમદાવાદઃ બુલેટને શોધવા પોલીસે દફન કરેલા મૃતદેહને બહાર કાઢી PM કરાવ્યું
કબ્રસ્તાનની તસવીર

ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા પોલીસે દસ મહિના બાદ હવે હત્યા કરવા માટે ઉપયોગ થયેલી બુલેટને શોધવા માટે કબ્રસ્તાનમાંથી દફન કરેલ મૃતદેહને બહાર કાઢ્યો છે.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ અમદાવાદમાં ફરી એક વખત દારૂ અને જુગારના વ્યવસાય માટે ગેંગવોરનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારની જ્યા 10 માસ અગાઉ થયેલ મોતએ તમામ રહસ્યો પરથી પરદો ઉંચકી નાંખ્યો છે. ગેંગવોરમાં યુવકની હત્યા થઇ હોવાનું પોલીસ ને 10 મહિના પછી જાણ થઇ. નારોલ વિસ્તારમાં બે ગૅંગ વચ્ચે ગેગવોર થઇ અને એક વ્યક્તિનું મોત થયું હતું.

જે તે સમયે આરોપીઓએ યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરીને હત્યાને અકસ્માતે મોતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરી પોતાનો ગુનો છુપાવ્યો હતો. જોકે પોલીસની તપાસ દરમિયાન 10 મહિના પછી આરોપી પકડાયા હતા. આ મોત અકસ્માતે નહી પરંતુ ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે દસ મહિના બાદ હવે હત્યા કરવા માટે ઉપયોગ થયેલી બુલેટને શોધવા માટે કબ્રસ્તાનમાંથી દફન કરેલ મૃતદેહને બહાર કાઢ્યો છે.

આખા કિસ્સામાં મામલો ગેગેવોરનો છે. આયશા બીબી અને યાકુબ શેખ, સદામ હુસેન, ફિરોજ પઠાણને નારોલ વિસ્તારમાં દારૂ અને જુગારના વ્યવસાયને લઇને છેલા ઘણા સમયથી ઝઘડા ચાલી રહયા હતા. બંને ગેંગ એકા બીજાની બાતમી પણ પોલીસને આપી રહ્યા હતા. જેને લઇને 10 મહિના પહેલા આ ગેંગ આમને સામને આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં તરખાટ મચાવનાર ચેઇન સ્નેચર પકડાયો, 100થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

તે સમયે આરોપીઓએ આયશા બીબીના ગેંગનો સાગરીત સાજીદ શેખ વટવા કેનાલ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જો કે પોલીસને આ બાબતની જાણ ન થાય તે માટે આરોપીઓએ ફાયરિંગ કરેલી ખાલી કારતુસ પણ ત્યાંથી લઇને ફરાર થઇ ગયા હતા. હત્યાનો ગુનો છુપવા માટે આરોપીઓ એ માસ્ટર પ્લાન આપ્નાવ્યો કે માત્ર હવામાં ફાયરિંગ કરીને કેસમાં હથિયાર જમા કરાવ્યા હતા. માત્ર મારા મારી અને ફાયરિંગ નો ગુનો કાબુલી લીધો હતો.

જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે એક યુવાનની હત્યા કરી દીધી હોવા છતાં પોલીસને પણ સહેજે ખ્યાલ ન આવ્યો હતો. કે પછી પીએમ રીપોર્ટમાં પણ ગોળી વાગવાથી હત્યા થઇ હોવાનું બહાર ન આવ્યું હતું. ત્યારે સવાલ પોસ્ટ મોટમના રીપોર્ટ પર પણ ઉઠી રહ્યા છે કે જો એક યુવાનનું મોત ગોળી વાગવાથી થયું હોય તો પીએમ રીપોર્ટમાં તેનો ખુલાસો કેમ ન થયો.હાલમાં પોલીસએ હત્યામાં વપરાયેલ બુલેટને શોધવા માટે દફનાયેલ મૃતદેહને બહાર કાઢીને ફરીથી પીએમ કરવાની કાર્યવાહી તો હાથ ધરી છે.પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું દસ મહીના બાદ પોલીસ બુલેટને શોધી શકશે.
First published: August 26, 2019, 10:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading