અમદાવાદ: શહેર પોલીસના (Ahmedabad Police) સરખેજ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નું અકસ્માતમાં (Accident) મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. કોન્સ્ટેબલ તેમના પત્ની સાથે શાક લેવા નિકળ્યા હતા ત્યારે બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. રવિવારનો દિવસ શહેર પોલીસ માટે શોકનો દિવસ હતો કારણકે અમદાવાદ રૂરલ ના રેન્જ આઈજીનું (Ahmedabad Range IG) નિધન થયું અને હવે એક પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં (Death) મૃત્યુ થતા પોલીસબેડામાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
ગાંધીનગર માં રહેતા નિરવભાઈ બારડ માણસા ખાતે એલ.આઈ.સી માં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. રવિવાર ના દિવસે તેઓને તેમના મામા નો રાત્રે ફોન આવ્યો હતો. ફોન પર તેઓને જાણવા મળ્યું કે યોગેશભાઈ નો અમદાવાદ માં અકસ્માત થયો છે અને તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જેથી તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના માસીના પુત્ર યોગેશભાઈ મૃત હાલતમાં સ્ટ્રેચર પર હતા.
આ પણ વાંચો : અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન, 1999 બેચના IPS હતા
તેઓએ ત્યાં હાજર લોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે યોગેશભાઈ તેમના પત્નીને લઈને સરખેજ ધોળકા રોડ પર શાકભાજી લેવા નિકલ્યા હતાં . ત્યારે એક બાઇક ચાલકે યોગેશભાઈ ના એક્ટિવાને ટક્કર મારતા યોગેશભાઈ રોડ પર પટકાયા હતા. તેઓને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ : 'કેસ થયો તો 3 મહિનાની જેલ થશે,' હોમગાર્ડ જવાનોએ 9,000 રૂપિયા પડાવી લીધા
ઉલ્લેખનીય છે કે યોગેશભાઈ પરમાર નવી ફતેહવાડી ખાતે રહે છે અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી હતા. અને સરખેજ પોલીસસ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. હાલ આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બીજીતરફ પોલીસકર્મી ના મૃત્યુ બાદ સમગ્ર પોલીસબેડા માં શોકનો માહોલ છવાયો છે.