અમદાવાદ - લોક ડાઉન ના પગલે સમગ્ર રાજ્ય માં પોલીસ માં પોલીસ ખડે પગે છે. કોરોના ના સંક્રમણ સામે પણ પોલીસ પોતાના જીવની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત રાત-દિવસ કામગીરી કરી રહી છે. જેને પગલે સમગ્ર દેશમાં પોલીસની કામગીરી ને બિરદાવવામાં આવી રહી છે. જોકે કેટલાક પોલીસ કર્મચારીઓ એવા છે કે જે પોલીસને વિભાગને બદનામ કરી રહ્યા છે. આવા જ એક પોલીસ કોન્સ્ટેબલની કરતૂતોનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ ચોરની પાછળ નહીં પણ પોલીસની પાછળ પણ દોડી શકે છે. ગુનો કરનાર વ્યક્તિ કોઈ પણ હોય પોલીસના ચોપડે ગુનેગાર હોય છે અને તેથી જ ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરમાં બીયરના કેરેટ લઈને ખાનગી ગાડીમાં નીકળેલા કોન્સ્ટેબલને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો.
પોલીસ હેડકવાર્ટરમાં કે કંપનીમાં ફરજ બજાવતા હિતેશ પટેલ નામના પોલીસ કોન્સ્ટેબલ ઓઢવમાં થી બીયર સાથે પસાર થઈ રહ્યો હોવાની બાતમીના આધારે ડીસીપી ઝોન ૫ સ્કોડ અને ઓઢવ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. અને ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પોલીસે creta કાર સાથે આરોપીને પકડી તેમાંથી આઠ પેટી બિયર જપ્ત કર્યું છે.
આ પણ વાંચો : લૉકડાઉન : નોકરી ગુમાવતા વતન તરફ પગપાળા નીકળેલા મજૂરે રસ્તામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ
હાલમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે બધે બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવા નો હતો. જ્યારે આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિને સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.