Home /News /madhya-gujarat /અમદાવાદમાં વેબ સિરીઝ જેવી કહાની, સોસાયટીમાં એક ભાભી પાછળ બે મિત્રો થયા લટટુ, અને...
અમદાવાદમાં વેબ સિરીઝ જેવી કહાની, સોસાયટીમાં એક ભાભી પાછળ બે મિત્રો થયા લટટુ, અને...
વાડજ પોલીસ સ્ટેશન
અમદાવાદ (Ahmedabad) ના નવા વાડજ (New Vadaj) વિસ્તારમાં પરિણીત મહિલા (married woman) ને સોશિયલ મીડિયા પર(Social Media) સોસાયટીના યુવક સાથે્ ફ્રેન્ડશિપ થઈ, એક યુવકે બળાત્કાર (Rape) ગુજાર્યો તો બીજાએ કરી છેડતી (molesting), જુઓ શું છે પુરી ઘટના?
અમદાવાદ : શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે વેબ સિરીઝમાં બતાવવામાં આવતી કહાની જેવી ઘટના બની છે. સોસાયટીમાં રહેતા એક યુવક સાથે ફેસબુક મારફતે મિત્રતા થઈ તો તે યુવક આ યુવતીને પ્રેમ કરે છે કહીને ગેસ્ટ હાઉસમાં લઇ જઈ ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી અનેક વાર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે અન્ય એક યુવકે આ સબંધ શુ છે તેવું યુવતીને પૂછી અમારામાં કાંટા છે અમનેય સેવાનો મોકો આપો કહીને છેડતી કરી હતી. બળાત્કાર કરનાર યુવકે તેની વાઈફનો નેક્ડ ફોટો મોકલી યુવતી પાસે તેવો જ ફોટો મંગાવતો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવા વાડજમાં રહેતી 35 વર્ષીય મહિલા બે દીકરા અને પતિ સાથે રહે છે. થોડા વર્ષો પહેલા તેને ફેસબુક મારફતે સોસાયટીમાં રહેતા યુવક સાથે મિત્રતા થઈ હતી. બંને વાતો કરતા હતા. વાતો દરમિયાન આ યુવકે યુવતીને મળવાનું કહેતા યુવતીએ કેમ મળવું છે, તેવું પૂછતાં યુવકે પ્રેમ થઈ ગયો છે કહીને યુવતી શાક લેવા જાય ત્યારે તેનો પીછો કરતો હતો. ફરી વાર યુવતી શાક માર્કેટ ગઈ ત્યારે આ યુવક તેની પાછળ ગયો અને વાત કરવાનું કહેતા યુવતીએ વાત કરી હતી, ત્યારે યુવકે બંનેનો ફોટો પાડ્યો હતો. એકાદ માસ પછી ફરી આ યુવક યુવતીને મળ્યો અને શાંતિથી બેસીને વાત કરીએ તેમ કહી ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીએ વાત કરવા ગેસ્ટ હાઉસમાં કેમ લાવ્યો તેવું પૂછતાં યુવકે કહ્યું જાહેરમાં રોડ પર તને કોઈ જોઈ જાય અને બદનામી થાય એટલે ગેસ્ટ હાઉસમાં લાવ્યો છું.
થોડા દિવસ બાદ આ યુવકે ફરી ગેસ્ટ હાઉસમાં જવાનું કહેતા યુવતીએ મનાઈ કરી તો ફોટો વાયરલ કરવાની ધમકી આ યુવકે આપી હતી. યુવતી તે વાતથી તાબે થઈ ગેસ્ટ હાઉસમાં ગઈ ત્યાં ફોટો ડીલીટ કરવાનું કહેતા યુવકે શરીર સબંધ બાંધવા માંગ કરી હતી. યુવતી તેના તાબે થઈ શરીર સબંધ બાંધ્યો હતો ત્યારે યુવકે બંનેના નેક્ડ ફોટો પાડી લીધા હતા. આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ ફરી શરીર સબંધ બાંધ્યો હતો. થોડા દિવસ બાદ અર્ધ નેકેટ ફોટો મોકલ તેવું યુવકે યુવતીને કહેતા યુવતીએ મનાઈ કરી, તો ફોટો વાયરલ કરવાની યુવકે ધમકી આપી જેથી યુવતીએ ફોટો મોકલ્યા હતા. બાદમાં યુવકે પોતાની પત્નીનો નેકેટ ફોટો આ યુવતીને મોકલ્યો અને તેવો જ ફોટો મોકલ તેવી માંગ કરી હતી. પછી ઇન્ફોસિટી પાસે એક વાર ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ફરી યુવકે બળાત્કાર ગુજાર્યો હતો.
આટલું જ નહીં સોસાયટીના અન્ય એક યુવકે આ યુવતીને પૂછ્યું કે તારે અને પેલા યુવક વચ્ચે શું છે, જેથી યુવતીએ કઈ નથી તેવું કહેતા તેના નેકેટ ફોટો આ યુવકે બતાવી અમને પણ સેવા કરવાનો મોકો આપો અમારામાં કાંટા છે કહીને તેની છેડતી કરી હતી. આમ એક યુવકે ફોટો વાયરલ કરવાની ધમકી આપી અનેક વાર બળાત્કાર ગુજાર્યો તો બીજાએ આ વાતનો ફાયદો ઉઠાવી યુવતીની છેડતી કરતા યુવતીએ પોલીસ ફરિયાદ કરતા વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.