અમદાવાદ : 'મારા લાલા અને ભૂરાને કોઈ ઉઠાવી ગયું', પોલીસ નિકળી શોધવા


Updated: January 22, 2020, 7:10 PM IST
અમદાવાદ : 'મારા લાલા અને ભૂરાને કોઈ ઉઠાવી ગયું', પોલીસ નિકળી શોધવા
પ્રતિકાત્મક તસવીર

મહિલાનુ કહેવુ છે કે, આ બકરા-બકરીથી તેમના ઘરનુ ગુજરાન ચાલતુ હતુ અને બકરા-બકરીઓ ચોરી થઈ જવાથી હવે તે પરેશાન થઈ ગયા છે.

  • Share this:
અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અને જેમાં ચોરીની એક એવી ઘટના બની છે, જેને લઈ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પોલીસ લાલ અને ભુરા કલરના 6 બકરા-બકરીઓની શોધખોળ હાથ ધરી છે અને મહિલાને ન્યાય અપાવવા કાર્યવાહી શરૂ કરી છે.

શાહીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલા ખલીદા બીબીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે, તેમની ઘરની પાસે બાંધેલા તેમના 2 બકરા અને 4 બકરીઓની કોઈએ ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા છે. મહિલાનુ કહેવુ છે કે, આ બકરા-બકરીથી તેમના ઘરનુ ગુજરાન ચાલતુ હતુ અને બકરા-બકરીઓ ચોરી થઈ જવાથી હવે તે પરેશાન થઈ ગયા છે.

વાત કંઈ એમ છે કે, ફરિયાદી ખલીદાબીબી શાહીબાગ વિસ્તારમાં પોતાની માતા અને નાની બહેન સાથે રહે છે અને બકરા-બકરીઓના સહારે પોતાનુ ઘર ચલાવતા હતા. ગત 12 જાન્યુઆરીના રોજ તે ઘરમાં સુઈ રહ્યા હતા અને તેમના તમામ બકરા-બકરીઓને ઘરની બહાર બાંધેલુ હતુ, રાત્રીના 3 વાગ્યાની આસપાસ સુધી તેમને આ બકરા-બકરીઓને બાંધેલી જોઈ હતી પરંતુ સવારે જ્યારે જોયુ તો ગાયબ હતુ.

ફરિયાદીએ આજુ-બાજુ તપાસ કરી અને શોધવાની કૌશીશ કરી પરંતુ મળી આવેલ નહી જેથી છેલ્લે પોલીસની મદદ લીધી છે અને પોલીસે હાલ આઈપીસી 379 હેઠળ ગુનો દાખલ કરી ફરિયાદીની બકરા-બકરીની શોધખોળ હાથ ધરી છે. હાલ તો મહિલા તેમના પુત્ર સમાન બકરા-બકરીઓ મળી આવી તે માટે પોલીસ પાસે મદદ માંગી રહ્યા છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading