Home /News /madhya-gujarat /

અમદાવાદ : મનપસંદ સીમ કાર્ડ માટે 17 હજાર રૂપિયા ચૂકવ્યા, કાર્ડના મળતા યુવક ઉશ્કેરાયો અને...

અમદાવાદ : મનપસંદ સીમ કાર્ડ માટે 17 હજાર રૂપિયા ચૂકવ્યા, કાર્ડના મળતા યુવક ઉશ્કેરાયો અને...

પોલીસે બે આરોપીઓની અટકાયત કરી

Ahmedabad news - પોલીસે બે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી

અમદાવાદ : સીમકાર્ડ કંપનીમાં પ્રમોટર તરીકે નોકરી કરતા યુવકને મનપસંદ નંબરના સિમકાર્ડ (SIM card)આપવાના નામે રૂપિયા 17 હજાર પડાવી લેવા ભારે પડ્યા છે. રૂપિયા ચૂકવી દીધા બાદ પણ સીમ કાર્ડના આપતા આરોપી યુવકે તેના મિત્રો સાથે મળી ફરિયાદીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ માર મારતાં (Beating)યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં (Nicole Police Station)ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

બાપુનગર વિસ્તારમાં રહેતો રિષભ પટેલ એક મહિના પહેલા સોનીની ચાલી પાસે આવેલ એક સીમકાર્ડ કંપનીમાં પ્રમોટર તરીકે નોકરી કરતો હતો. તેની સાથે અભ્યાસ કરતા મહિમ પંડ્યા નામના મિત્રને સીમકાર્ડ ખરીદવા હોવાથી મનપસંદ નંબર મેળવવા માટે રૂપિયા 17 હજાર આપ્યા હતા. ફરિયાદીએ પણ તેને બે દિવસમાં સીમકાર્ડ આપવાનો વાયદો કર્યો હતો. જોકે 25 મી તારીખે ફરિયાદીના મિત્રનો ફોન આવ્યો હતો અને લોનનું કામકાજ હોવાથી નિકોલ ખોડીયાર જ્યોત સોસાયટી ખાતે બોલાવ્યો હતો. જેથી તે રિક્ષામાં બેસીને ત્યાં ગયો હતો.

આ પણ વાંચો - વલસાડ : પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, આવી રીતે થયો ખુલાસો

જ્યાં મહીમ પંડ્યા અને બીજા ત્રણ લોકો બે એક્ટિવા પર આવ્યા હતા અને ફરિયાદી પાસે સીમકાર્ડની માંગ કરી હતી. પરંતુ ફરિયાદીએ તેની પાસે સીમકાર્ડ ના હોવાનું કહ્યું હતું. મહીમ પંડ્યાએ તેની પાસે રૂપિયા પરત માંગ્યા હતા. ફરિયાદીએ તેની પાસે રૂપિયા ના હોવાનું કહેતા જ એક આરોપીએ આને ઉપાડી લો તેવું કહેતા તેને એક્ટિવા પર બેસાડી સરદાર ચોક લઈ ગયા હતા. જ્યાં તેને માર મારીને બાદમાં તેને આંબાવાડી પોલિટેકનિક કોલેજ લઈ ગયા હતા.

આ પણ વાંચો - ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગીમાં નવો ટ્વિસ્ટ? જાણો હવે કોણ છે રેસમાં

કોલેજના પાર્કિંગમાં આરોપીઓએ ફરિયાદીને માર મારીને ધમકી આપી હતી કે તું અમને ઓળખતો નથી જો અમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશું. એમ કહીને આરોપીઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં. જ્યારે ફરિયાદી રિક્ષામાં તેના ઘરે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાથી ચોરી કરવાં આવતી ગેંગ, બે ની ધરપકડ

પોલીસ પેટ્રોલિંગનો સમય પૂર્ણ થયા બાદ વડોદરાથી શહેરમાં ચોરી કરવા નીકળતી ગેંગનાં બે સભ્યો ઝડપાયા છે. મણિનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ચોરીમાં વાહન ચોરી સહિત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સાથે જ શહેરમાં વધુ એક ચોરીને અટકાવવામાં પણ પોલીસને સફળતા મળી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, Crime news, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन