અમદાવાદનો વિચિત્ર કિસ્સો : મહિલાએ તેના પતિ સાથે સંબંધ રાખવા પાડોશી મહિલાને ધમકી આપી


Updated: March 19, 2020, 11:06 AM IST
અમદાવાદનો વિચિત્ર કિસ્સો : મહિલાએ તેના પતિ સાથે સંબંધ રાખવા પાડોશી મહિલાને ધમકી આપી
પ્રતિકાત્મક તસવીર

'તને મેં મારા પતિ સાથે શારીરિક સંબંધ રાખવા કહ્યું હતું તો કેમ રાખતી નથી?' મહિલા પર એસિડ ફેંકવાનો પ્રયાસ કરાયો.

  • Share this:
અમદાવાદ : શહેરના ઇસનપુર (Isanpur) વિસ્તારમાં એક મહિલાએ પોતાના પતિ સાથે શારીરિક સંબંધ (Physical Relation) રાખવા માટે દબાણ કરી પાડોશી મહિલા (Neighbor Woman) પર એસિડ ફેંકવા (Attempt to Acid Attack)નો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પતિ અને પત્નીએ ભેગા મળી મહિલાને શારીરિક સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી હતી. ઇસનપુર પોલીસે (Isanpur Police) પતિ-પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઇસનપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં 38 વર્ષની મહિલા તેના પતિ સાથે છૂટાછેડા બાદ તેના પુત્ર સાથે રહે છે. પાડોશમાં રહેતી મહિલા સાથે તેને સારા સંબંધો હતા. થોડા દિવસ પહેલા પાડોશની મહિલા તેના ઘરે આવી હતી અને તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી કહીને તેની સાથે ગાળાગાળી કરી હતી. આ ઉપરાંત તેણે એસિડ ફેંકીને ચહેરો બાળી દેવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો : ચેતજો ! નિવૃત્ત ફૌજી વેચી રહ્યો છે કોરોના વાયરસને ઠીક કરવાનું ચૂરણ

મળતી માહિતી પ્રમાણે ધૂળેટીના દિવસે ફ્લેટના સભ્યો પાર્કિંગમાં ધૂળેટી રમતાં હતા. દરમિયાન ફરિયાદી મહિલાના પાડોશમાં રહેતી મહિલા હાથમાં એસિડની બોટલ લઈને આવી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે, "તને મેં મારા પતિ સાથે શારીરિક સંબંધ રાખવા કહ્યું હતું તો કેમ રાખતી નથી?" આવું કહીને મહિલાએ ફરિયાદી પર હાથમાં રહેલી બોટલમાંથી એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા ત્યાંથી દોડી ઘરમાં જતી રહી હતી. આ દરમિયાન મહિલાના પતિએ પણ ઊંચી પહોંચ ધરાવતા હોવાનું જણાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અમદાવાદમાં PSIને ધમકી

આમ તો પોલીસ સ્ટેશનમાં કંઈ થાય તો મામલો થાડે પાડવામાં આવતો હોય છે. પણ નિકોલ પોલીસ સ્ટેશનમાં ઝોન 5 ડીસીપીની વિઝિટ પહેલા જ બબાલ થઈ હતી. ત્રણ લોકો પોલીસ સ્ટેશનની બહાર ધમકા કરતા હતા ત્યારે પોલીસે તે લોકોને શાંતિ જાળવવા કહ્યું હતું. પણ ત્રણ લોકોએ શાંતિ ન જાળવતા પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું અને પીએસઆઇ વચ્ચે પડતા તેમને સસ્પેન્ડ કરાવી સ્ટાર ઉતરાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે ત્રણેય લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ છે.
First published: March 19, 2020, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading