અમદાવાદ: મેમનગરમાં વ્યાજખોરોનો આતંક, પૈસાની ઉઘરાણી માટે અપહરણ કરી માર્યો માર

News18 Gujarati
Updated: January 30, 2019, 7:35 AM IST
અમદાવાદ: મેમનગરમાં વ્યાજખોરોનો આતંક, પૈસાની ઉઘરાણી માટે અપહરણ કરી માર્યો માર
ફરિયાદી મહેન્દ્રસિંહ આક્ષેપ કર્યા છે કે વસ્ત્રાપુરમાં રહેતા વ્યાજખોરો લાલુ ઉર્ફે બોરુ દેસાઇ, લાલા દેસાઇ, અનુજ દેસાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

ફરિયાદી મહેન્દ્રસિંહ આક્ષેપ કર્યા છે કે વસ્ત્રાપુરમાં રહેતા વ્યાજખોરો લાલુ ઉર્ફે બોરુ દેસાઇ, લાલા દેસાઇ, અનુજ દેસાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

  • Share this:
હર્મેશ સુખડિયા - અમદાવાદ

શહેરમાં ફરી એક વખત વ્યાજખોરોનો આંતક સામે આવ્યો છે. મેમનગરમાં રહેતા વ્યાજખોરએ વઘુ પૈસાની માંગણી કરી પૈસા ન આપતા યુવાનનું અપહરણ કર્યુ. વાડજ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વઘુ તપાસ શરૂ કરી છે.

મેમનગર વિસ્તારમાં રહેતા અને પીઓપીની મજુરી કામ કરતા મહેન્દ્રસિંહ સિસોદિયાએ પાંચ મહિના અગાઉ વસ્ત્રાપુરના લાલુ ઉર્ફે બોરુ દેસાઇ, લાલા દેસાઇ પાસેથી 3 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીઘા હતા. આ ત્રણ લાખ મહેન્દ્રસિંહે વ્યાજ સહિત ચુકવી દીઘા હતા. છતાં વ્યાજખોરો વધુ પૈસાની માંગણી કરતા હતા, અને મહેન્દ્રસિંહએ વ્યાજખોરોને વઘુ પૈસા ન આપતા શુક્રવારના રોજ વાડજ વિસ્તારમાંથી મહેન્દ્રસિંહનુ અપહરણ કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોઘાવી છે. વ્યાસવાડી નજીકથી વ્યાજખોર લાલુ ઉર્ફે બોરુ દેસાઇ, લાલા દેસાઇ અને અનુજ દેસાઇએ ભેગા મળી ગાડીમાં અપહરણ કરીને ભાડજ નજીક અવાવરૂ જગ્યાએ લઇ જઇને વારા ફરતી માર મારતા અને તેમની પાસેના દસ હજાર પણ પડાવી લીધા હતા.

ફરિયાદી મહેન્દ્રસિંહ આક્ષેપ કર્યા છે કે વસ્ત્રાપુરમાં રહેતા વ્યાજખોરો લાલુ ઉર્ફે બોરુ દેસાઇ, લાલા દેસાઇ, અનુજ દેસાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એટલુ જ નહિ છેલ્લા ઘણા સમયથી પરિવારજનોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ વ્યાજખોરો ગુનાહિત પ્રવૃતિમાં સંકળાયેલ હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે ફરિયાદી મહેન્દ્રસિંહનું કહેવુ છે કે, ઘરમાં બીમારીના કારણે પૈસા લીધા હતા જે તમામ પૈસા વ્યાજ સાથે ચુકવી દીઘા હોવા છતાં પણ દરરોજ ઘરે આવીને ધમકી આપે છે.

વાડજ પો સ્ટે પીઆઇ જે એ રાઠવાએ જણાવ્યું કે, ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે કે ત્રણ શખ્સો પાસે નાણાધીરનારનું કોઇ લાઇસન્સ છે કે તેના વિના જ 10-10 ટકા વ્યાજે રૂપિયા આપી રહ્યા છે.
First published: January 29, 2019, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading