બી.એડના પુસ્તકમાં જાતિવિષયક કહેવત બદલ નિરવ પ્રકાશનના માલિક સામે ફરિયાદ

News18 Gujarati
Updated: November 13, 2019, 7:38 AM IST
બી.એડના પુસ્તકમાં જાતિવિષયક કહેવત બદલ નિરવ પ્રકાશનના માલિક સામે ફરિયાદ
લેખક નટુભાઇ રાવલ સામે પણ નોંધાઇ ફરિયાદ, અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક અને પ્રતિબંધિત શબ્દ પ્રયોગ કરવા બદલ કેસ દાખલ.

લેખક નટુભાઇ રાવલ સામે પણ નોંધાઇ ફરિયાદ, અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક અને પ્રતિબંધિત શબ્દ પ્રયોગ કરવા બદલ કેસ દાખલ.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના બે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જાતિવિષયક શબ્દોને લઇને બે ફરિયાદ નોંધાઇ છે. પહેલી ફરિયાદ 'હેલ્લારો' ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર સહિત સાત લોકો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જ્યારે બીજી ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નિરવ પ્રકાશનના નિરવ શાહ અને લેખક નટુભાઇ રાવલ સામે નોંધાઇ છે. પ્રકાશન તરફથી બહાર પાડવામાં આવેલા બી.એડના પુસ્તકમાં  અનુસૂચિત જાતિવિષયક અપમાનજનક કહેવત લખવામાં આવી હતી.

મૂળ બોટાદમાં રહેતા અને સમાજસેવા કરતા કિરણ સોલંકીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ જરૂરિયાતમંદ લોકોને પુસ્તકો આપીને સમાજ સેવા કરે છે. થોડા દિવસ પહેલા તેમની પાસે બી.એડ.ના પુસ્તકની માંગણી કરાઇ હતી. આથી તેઓ તા.4 નવેમ્બરના રોજ તેમના પત્ની સાથે ફર્નાન્ડિઝ બ્રીજ નીચે આવેલા ચોપડા બજારમાં ગયા હતા. અહીં તેઓ યુનિ.ના ગુજરાતી માધ્યમના બીએડના પ્રથમ સેમેસ્ટરના પુસ્તકની ખરીદી કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'માં જાતિવિષયક શબ્દનાં ઉપયોગનો આરોપ, પોલીસ ફરિયાદ દાખલ

ફરિયાદીએ કમલેશ બુક સ્ટોરમાંથી બુક ખરીદી હતી. બાદમાં તેઓ આ ચોપડીનો અભ્યાસ કરતા હતા. ત્યારે આ પુસ્તકમાં દર્શાવેલા રૂઢિપ્રયોગો અને કહેવતો તથા વાક્યપ્રયોગો તેમના ધ્યાન પર આવ્યા હતા. પુસ્તકના પાના નંબર 219 પર વિવિધ કહેવતો અર્થ સાથે લખી હતી. જેમાં 19 નંબરની કહેવત અનુસૂચિત જાતિના લોકોનું અપમાન કરતી હતી. પુસ્તકમાં કહેવતનો અર્થ લખ્યો હતો કે, ગામમાં બધા માણસો સારા ન હોય, કોઇ ખરાબ પણ હોય. આ કહેવત લેખક નટુભાઇ રાવલ તરફથી લખવામાં આવી હતી.

આ મામલે કિરણભાઇએ પોલીસને જાણ કરી હતી. સમાજને હીન દર્શાવવા માટે આ શબ્દોનો પ્રયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે તેમણે નિરવ પ્રકાશનના નિરવ શાહ અને લેખક નટુભાઇ રાવલ સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એમેડ એક્ટ 3(1)R, આઇપીસી 144, 114 અને અનુ. જાતિ અને અનુ.જનજાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)U મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પુરાવા એકત્ર કરી આ બાબતે કાર્યવાહી હાથ ધરી છે.
First published: November 12, 2019, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading