જનતા કર્ફ્યૂ સમયે ખાડીયામાં લોકોને ગરબા ગાવા ભારે પડ્યા, 19 લોકોની અટકાયત


Updated: March 23, 2020, 10:11 AM IST
જનતા કર્ફ્યૂ સમયે ખાડીયામાં લોકોને ગરબા ગાવા ભારે પડ્યા, 19 લોકોની અટકાયત
ખાડિયાના વાયરલ વીડિયોની તસવીર

  • Share this:
અમદાવાદ : વિશ્વમાં ફેલાયેલા કોરોનાને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ જનતા કર્ફ્યૂમાં ભાગ લેવા અપીલ કરી હતી. ત્યારે લોકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. પીએમ મોદીએ તમામ દેશવાસીઓને એક સંદેશ આપ્યો હતો કે કર્ફ્યૂ દરમિયાન સાંજે પાંચ વાગ્યે તેઓ બારી અથવા દરવાજા પાસે ઉભા રહીને ડોક્ટર, પોલીસ, મીડિયાકર્મી, સફાઈ કામદારો, હોમ ડિલીવરી કરતા લોકોનું પાંચ મિનિટ સુધી અભિવાદન કરે. આ માટે તમામ લોકોએ તાળી વગાડી, થાળી-વેલણ અથવા ઘંટનાદ કર્યો હતો. પરંતુ શહેરનાં ખાડીયા વિસ્તારમાં અનેક લોકોનું ટોળું બહાર આવી ગયું હતું અને ગરબા રમવા લાગવા હતા. ત્યારે આ મામલે ખાડીયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના વાઇરસને ફેલાવતો રોકવા તેની ચેઇન તૂટે તે માટે રવિવારે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યૂ પાળવામાં આવ્યો હતો. વડાપ્રધાને કર્ફ્યૂ દરમ્યાન સાંજે 5 વાગ્યે કોરોનાનાં સંકટ વચ્ચે પણ કામ કરતા લોકોનો આભાર માટે ઘરની બાલ્કનીમાં ઉભા રહી થાળી વગાડવા કહ્યું હતું. જેમાં અમદાવાદમાં રાયપુર પોલીસ ચોકી પાસે સાંજે 5 વાગ્યે 50 લોકોનું ટોળું ભેગું થઈ હાથમાં થાળી વગાડી ગરબા રમતા હતા.

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાને કારણે લૉકડાઉન : જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ

કરફ્યુ દરમ્યાન બહાર ન નીકળવા સૂચના હોવા છતાં આ તમામ 50 લોકો ગરબા રમવા અને થાળી વગાડતા ખાડીયા પોલીસે લાઉડ સ્પીકરથી વિખેરાઈ ઘરે જવા સૂચના આપી હતી. અમદાવાદમાં 144 કલમ લાગુ હોવાથી કોઈપણ જગ્યાએ 4થી વધુ વ્યક્તિ ભેગી ન થઈ શકતા હોવા છતાં ટોળું ભેગું થતા ખાડીયા પોલીસે 20 લોકોના નામજોગ સહિત 50ના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ખાડિયાના વાયરલ વીડિયોની તસવીર


આ પણ વાંચો : વડોદરા માટે થોડી રાહત! બંને મૃતકોનાં કોરોના વાયરસના ટેસ્ટ નેગેટિવ આવ્યાઆ અંગે ખાડીયા પોલીસનું કહેવું છે કે, 50માંથી 19 લોકોનાં નામજોગ ફરિયાદ નોંધી અનેક લોકોની અટકાયત કરી છે.  અન્ય લોકોની અટકાયત કરવાની તજવીજ શરૂ છે.

આ પણ જુઓ : 

 
First published: March 23, 2020, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading