અમદાવાદ : એક તરફી પ્રેમમાં પાગલ (One Sided Love) યુવક-યુવતીઓ ક્યારે શું પગલું ભરી લેતા હોય છે તેનો તેઓને કોઈ અંદાજ હોતો નથી. અને પછી આખી જિંદગી પસ્તાવાનો વખત આવે છે. આવો વધુુ એક બનાવ બોપલ વિસ્તારમાં (Bopal) જોવા મળ્યો છે. છેડતી કર્યા બાદ યુવતીનો પીછો કર્યો અને ઈશારા કર્યા. જોકે, આ યુવક અગાઉ પોલીસની હવા ખાઈ ચુક્યો હોવા છતા સુધરવાનું નામ લીધું નહોતું. યુવકે ફરી એવી કરતૂત કરી તેને પોલીસ સ્ટેશને જવાનો વારો આવ્યો છે. આ યુવક ફક્ત છેડતી કરીને અટક્યો નહોતો. એટલેથી સંતોષ ન માન્યા બાદ આરોપીએ એક બનાવટી ફેસબુક પ્રોફાઇલ (Fake Facebook ID) બનાવી અને યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી.
અગાઉ બોપલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે ગત મહિને રજનીશ મકવાણા નામનો વ્યક્તિ એ તેની દીકરીનો હાથ પકડી છેડતી કરેલ અને 'જો તું મને પ્રેમ નહીં કરે તો તને જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપીને તેમના ઘરમાં ઘૂસી ગયો હતો.
આ પણ વાંચો : સુરત : 'સાહેબ અમે દંડ ભરવા તૈયાર છીએ તમે છતાં આવું શા માટે કરો છો,' પોલીસ સાથે માથાકૂટનો Viral Video
જે અંગે તેઓએ બોપલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે જામીન પર છૂટ્યા બાદ આરોપી એ ફરી ફરિયાદીની દીકરી નો પીછો કરી સોસાયટીની બહાર આવીને ઈશારા કર્યા હતા.
આ પણ વાંચો : ચોટીલા : ધોળે દિવસે લાખો રૂપિયાની ફિલ્મી લૂંટ, પેટ્રોલ પમ્પના કર્મચારીને માર મારી લૂંટારૂ ફરાર, CCTV વીડિયોમાં ઘટના કેદ
14મી ફેબ્રુઆરીએ ફરિયાદીની દીકરી કોઈ કામ થી બહાર નીકળી હતી ત્યારે આરોપીએ તેનો પીછો કરીને તેને ઈશારા કર્યા હતા. જોકે એટલાથી સંતોષ ન માનતાં અંતે આરોપીએ એક બનાવટી ફેસબુક પ્રોફાઇલ બનાવી હતી અને યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી આપી હતી. જે અંગેની જાણ યુવતીએ તેની માતાને કરતા તેની માતાએ આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.