અમદાવાદ : શિક્ષક પતિ અવારનવાર મારતો હતો ઢોર માર, આખરે પત્નીએ લીધો અંતિમ નિર્ણય


Updated: March 7, 2020, 10:53 AM IST
અમદાવાદ : શિક્ષક પતિ અવારનવાર મારતો હતો ઢોર માર, આખરે પત્નીએ લીધો અંતિમ નિર્ણય
કચ્છના મુંદ્રાની સરકારી શાળાના શિક્ષક સામે અમદાવાદમાં ફરિયાદ, ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી

કચ્છના મુંદ્રાની સરકારી શાળાના શિક્ષક સામે અમદાવાદમાં ફરિયાદ, ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી

  • Share this:
અમદાવાદઃ કચ્છના મુંદ્રા (Mundra Kutch) ખાતે સરકારી શાળામાં (Government School) ફરજ બજાવતા શિક્ષક (Teacher) સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં (chandkheda Police Station) પત્નીએ જ ફરિયાદ (complain) નોંધાવી છે. આરોપી પતિ લગ્ન બાદ જુદા જુદા કામોમાં વાંક કાઢી ફરિયાદીને માર મારતો હતો. એક દિવસ આ મહિલાના પતિએ બપોરથી સાંજ સુધી ઢોરની માફક માર માર્યો હતો. જેથી કંટાળીને મહિલા તેના પિયર આવી ગઇ અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ચાંદખેડામાં રહેતા ફરિયાદીના વર્ષ 2009માં માંડલ ખાતે રહેતા ભરત પટેલ સાથે  લગ્ન થયા હતા. વર્ષ 2016માં ભરતભાઇને મુંદ્રા ખાતે સરકારી શાળામાં નોકરી લાગતા બંને ત્યાં રહેવા ગયા હતા. બાદમાં તાલુકા બદલી આવતા તેઓ ત્યાં પણ રહેવા ગયા હતા. આ સમય દરમિયાન ભરતભાઇ કોઇ પણ કામને લઇને વાંક કાઢી ઝઘડા કરતા હતા.

આ પણ વાંચો : Gujarat Board Exam : ગુજરાત બોર્ડની પરીક્ષામાં કાપલીબાજોની ખેર નથી, CCTV પર છે નજર

દરમિયાનમાં છએક દિવસ પહેલા ફરિયાદી કંટાળીને ઘરેથી નીકળી ગયા હતા. તાત્કાલિક તેમને એક દિલ્લીની ટ્રેન મળતા તે તેમના પુત્રને લઇને દિલ્લી પહોંચી ગયા હતા.

જ્યાં કોઇ મુસાફરે તેમને તણાવમાં જોતા તેમનું કાઉન્સેલિંગ કરી ફરી તેમને સમજાવીને ટ્રેનમાં બેસાડી દીધા હતા. ફરિયચાદી ભચાઉ રેલવે સ્ટેશન પહોચ્યા બાદ પતિને ફોન કર્યો હતો કે તે આવી રીતે ઘરેથી નીકળી ગયા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : મુશ્કેલીઓનો સામનો કરીને છેલ્લા 10 વર્ષથી પેટ્રોલ પંપનું સંચાલન કરે છે આ મહિલા5 પણ ભરતભાઇને અમદાવાદ ટ્રેઇનીંગમાં હોવાથી તેમના મિત્રોને શ્રધ્ધાબહેનને લેવા મોકલ્યા હતા. બાદમાં પતિથી કંટાળીને પિયરમાં ફોન કરીને સમગ્ર બનાવની જાણ કરતા ફરિયાદીને તેમના માતા પિતા અમદાવાદ લઇ આવ્યા હતા અને ચાંદખેડા પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: March 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading