ડોક્ટરની મંજૂરી વગર હોમ ક્વૉરન્ટીનમાંથી બહાર નીકળ્યા તો થશે પોલીસ ફરિયાદ 


Updated: March 21, 2020, 8:46 AM IST
ડોક્ટરની મંજૂરી વગર હોમ ક્વૉરન્ટીનમાંથી બહાર નીકળ્યા તો થશે પોલીસ ફરિયાદ 
પ્રતિકાત્મક તસવીર

સચિન પટેલ નામના વ્યક્તિએ સરકારના જાહેરનામાનો ભંગ કરતાં તેઓની સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરે ફરિયાદ આપી

  • Share this:
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં રસ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોના વાઇરસના કહેર વધે નહીં તે માટે સરકાર સજ્જ થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ લોકોમાં જાગૃતતા આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. જ્યારે જે પણ પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે તેમનું એરપોર્ટ પર જ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અને જો કોઈ શંકાસ્પદ લક્ષણો વાળા પ્રવાસી દેખાય તો તરત જ તેને કોરોન ટાઈન માં સારવાર માટે લઈ જવામાં આવે છે.

જોકે ઓઢવ વિસ્તારમાં એક વ્યક્તિ કે જે સિંગાપુરથી આવ્યા હતા જેને વસ્ત્રાલ ખાતે તેમના ઘરે જ કોરોટાઇનમાં રાખવામાં આવેલ હતા. 14 માર્ચએ સચિન પટેલ નામના વ્યક્તિ સિંગાપુરથી પરત ફર્યા હતા. જોકે પોતે વિદેશથી આવ્યા હોવાને કારણે તેની વૈશ્વિક બીમારી કોરોના થવાની સંભાવના હોય અને અન્ય નાગરિકોને પણ આ બીમારી થઈ શકે તેમ હોય સચીનભાઈને અમદાવાદ એરપોર્ટ ખાતે કોરોના વાયરસ સ્ક્રિનિંગ કરી તેમના ઘરે જ ૧૪ દિવસ માટે કોરોન ટાઈનમા રાખવામાં આવ્યા હતા.

તેમને કોઈ પણ પ્રસંગે પોતાના રહેણાંકની બહાર જવું નહીં તેવી સૂચના આપવામાં આવેલ હતી, છતાં આજે બપોરના પોણા બાર વાગ્યાની આસપાસ જ્યારે મેડિકલ ઓફિસરની ટીમ તપાસ માટે સચીન ભાઈના ઘરે ગયેલ ત્યારે તેઓ મળી આવેલ ન હતા, તેમને ફોન કરતાં તેમણે જણાવ્યું હતું કે, પોતે મરણ પ્રસંગના બેસણામાં આવેલ છે અને થોડીવાર પછી પોતાના ઘરે પરત આવશે.

જોકે આ બાબતે મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીને જાણ કરતાં સરકારના પરિપત્ર મુજબ તેમની સામે ફરિયાદ કરી અને તેઓને કોર્પોરેશન દ્વારા નવરંગપુરામાં બનાવેલ corentin સેન્ટરમાં તાત્કાલિક મોકલી આપવામાં આવેલ છે. સચિન પટેલ નામના વ્યક્તિએ સરકારના જાહેરનામાનો ભંગ કરતાં તેઓની સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરે ફરિયાદ આપેલ છે.
First published: March 20, 2020, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading