અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ (Ahmedabad rural sog) શાંતિપૂરા સર્કલ પાસેથી એક રીઢા મોબાઈલ ચોરની (thieft) ધરપકડ કરી છે. અને ચોરીના 36 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જોકે ચોંકવનારી બાબત તો એ છે કે પોલીસને શંકાના (police) જાય માટે આરોપી સાયકલ લઇને ચોરી કરવા માટે જતો હતો. અને માત્ર દુકાનોની છત પતરા વાળી હોયને જ ટાર્ગેટ કરતો હતો.
ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીના મોબાઈલ લઈને વહેંચવા માટે સાણંદ તરફ જઈ રહેલ છે. જે બાતમીના આધારે પોલીસ એ શાંતિપૂરા સર્કલથી સાણંદ તરફ જવાના રોડ પરથી આરોપીને ઝડપી લીધો છે. જેની તપાસ કરતા પોલીસ એ આરોપી પાસેથી ચોરીના 36 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
આરોપીએ 26 મોબાઈલ શાંતિપૂરા સર્કલ પાસે આવેલ નસીબ ટેલિકોમમાંથી અને બીજા 10 ફોન આણંદ જિલ્લાના પેટલાદ રોડ પર આવેલ આશાપુરા મોબાઈલ શોપ માંથી ચોરી કર્યા હતા.
આરોપી ચોરી કરવા માટે મોટાભાગે એવી દુકાનો પસંદ કરતો જેની છત પતરા વાળી હોય. જેથી પાના વડે પતરા ના બોલ્ટ ખોલી અંદર ઉતરી ને માલ સામાન ની ચોરી કરતો હતો. અને પોલીસ ને શંકા ના જાય તે માટે ચોરી કરતા સમયે સાયકલનો ઉપયોગ કરતો હતો.
આરોપીએ અગાઉ પણ ખેડા જિલ્લાના નડિયાદમાં ચોરીના ત્રણ ગુનાને અંજામ આપ્યો છે. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાઈ શકે તેવી શક્યતા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર