Home /News /madhya-gujarat /

Ahmedabad Crime: આરોપીના ચપ્પલે જ પકડાવી દીધો, ઘરફોડ ચોરીનો ભેદ આવી રીતે ઉકેલાયો

Ahmedabad Crime: આરોપીના ચપ્પલે જ પકડાવી દીધો, ઘરફોડ ચોરીનો ભેદ આવી રીતે ઉકેલાયો

પકડાયેલા આરોપી

Ahmedabad Crime News: ઘટના સ્થળ પરથી પોલીસને આરોપીના ચપ્પલ (sandal) મળી આવ્યા હતા અરે એ જ ચપ્પલની આધારે આરોપીની ઓળખ થઈ જતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને (accused arrested) ઝડપી પાડેલ છે.

અમદાવાદઃ અમદાવાદના મણિનગર વિસ્તારમાં બનેલો ઘરફોડ ચોરીના (theft) ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને (police)ગણતરીના કલાકોમાં જ સફળતા મળી છે. ચોરીનો બનાવ સામે આવતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ (cctv footage) તપાસ્યા હતા. જેમાં ઘટના સ્થળ પરથી પોલીસને આરોપીના ચપ્પલ મળી આવ્યા હતા અરે એ જ ચપ્પલની આધારે આરોપીની ઓળખ થઈ જતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડેલ છે.

મણીનગર વિસ્તારમાં આવેલું ગુરુદેવ સોસાયટીમાં રહેતા ટ્વિંકલ બેન વ્યાસે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી કે 7મી એપ્રિલના રાત્રિના એકથી સાડા ચાર વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા ચોર ઈસમે મકાનના દરવાજાનું લોક તોડી બેડરૂમમાં પ્રવેશ કરીને તિજોરી અને બેડમાં રાખેલ સોના-ચાંદીના દાગીના, બે ઘડિયાળ અને રોકડ રૂપિયા 6,000 એમ કુલ 49,600ના મુદ્દામાલની ચોરીનો બનાવ સામે આવ્યો હતો.

જે અંગેની જાણ પોલીસને કરતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આરોપીને પકડવા માટે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-Crime: અમદાવાદમાં પ્રેમ લગ્ન કર્યા બાદ ભારોભાર પસ્તાઈ યુવતી, દારૂ પીને પતિ કરે છે પત્ની પર અત્યાચાર

જેમાં પોલીસને ઘટનાસ્થળ પરથી આરોપીના ચપ્પલ મળી આવ્યા હતા. અને એ ચપ્પલના કારણે પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ, દેવુસિંહ અને મિતેષ કુમારે આરોપીની ઓળખ કરી લીધી હતી. અને જુના ઢોર બજાર વિસ્તારના રહેતા પ્રકાશ દેવી પૂજક નામના આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-Murder: સુરતમાં એક રૂપિયાની બીડી માટે બે સગીરોએ યુવકી કરી ઘાતકી હત્યા

જેની પાસે પોલીસે તમામ મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અગાઉ પણ કાગડાપીઠ, ખોખરા અને મણિનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર