અમદાવાદ : સગીરાને કારમાં ઉપાડી જઈ પાંચ શખ્સોએ છેડતી કરી પતરીના ઘા માર્યા

News18 Gujarati
Updated: September 24, 2019, 4:44 PM IST
અમદાવાદ : સગીરાને કારમાં ઉપાડી જઈ પાંચ શખ્સોએ છેડતી કરી પતરીના ઘા માર્યા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરના (Ahmedabad) વટવા G.I.D.C વિસ્તારની ઘટના, પોલીસે (Polie) પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરને સૌથી સુરક્ષિત (Safe) માનવામાં આવે છે તેમ છતાં છેડતી, બળાત્કારની ઘટનાઓ પણ અમદાવાદમાં છાશવારે ઘટી રહી છે. આવી ઘટનાઓ અમદાવાદ કેટલાક અંશે સુરક્ષિત નથી એ વાતની ચાડી ખાય છે. અમદાવાદના શહેરના વટવા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કૉર્પોરેશન ( G.I.D.C) વિસ્તારમાં પોલીસે (Polie) પાંચ શખ્સો સામે છેડતીની ફરિયાદ નોંધી છે.

વટવા પોલીસને જણાવ્યા મુજબ શહેરના વટવા G.I.D.C વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ કરી છેડતી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ સગીરાની માતાએ આ બાબતે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. માતાએ કરેલા આક્ષેપ પ્રમાણે તેમની 16 વર્ષની પુત્રી બજારમાં ગઈ હતી ત્યારે પાંચ લોકો ઇકૉ કારમાં આવ્યા હતા અને સગીરાને ઉઠાવી જઈ અસલાલી તરફ લઈ ગયા હતા જ્યાં તેની છેડતી કરી સગીરાના હાથમાં પતરી (બ્લેડ) વડે ઇજા પહોંચાડી હતી. બાદમાં આ સગીરાને વટવા વિસ્તારમાં ઉતારી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : કુરતાનું બટન ખુલ્લું અને ચપ્પલ પહેરી ગાડી ચલાવી રહ્યો હતો, અપાયો મોટો મેમો

વટવા G.I.D.C પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (P.I) ડી.આર.ગોહિલે જણાવ્યું કે 'કાલે સાંજે સગીરા બજારમાં ગઈ હતી. એ સમયે એક ઇકૉ ગાડીમાં આવેલા લોકો આ સગીરાનું અપહરણ કરી અસલાલી લઈ ગયા હતા. બાદમાં તેની છેડતી કરી જમણા હાથમાં બ્લેડ વડે ઇજા પહોંચાડી વટવા ઉતારી દઈ ફરાર થઈ ગયા છે. આરોપીની હાલ કોઈ ઓળખ થઈ નથી. ઘટના સ્થળ આસપાસથી કોઈ પુરાવા મળ્યા નથી, પણ આક્ષેપ મુજબ હજુ સી.સી.ટી.વીમાં આવું કાઈ જણાયું નથી જેથી અન્ય શંકાઓની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જોકે સૂત્રોનું જણાવવું છે કે સગીરાની માતાએ વર્ષ 2017માં એક ગેંગ રેપની ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી પકડાયા હતા પણ કોર્ટમાંથી તે નિર્દોષ છૂટ્યા હતા.

 
First published: September 24, 2019, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading