અમદાવાદ : જુહાપુરાના ગુલાબનગરમાં પોલીસની ગાડી પથ્થરમારો, 20 લોકોની અટકાયત

News18 Gujarati
Updated: April 10, 2020, 10:58 PM IST
અમદાવાદ : જુહાપુરાના ગુલાબનગરમાં પોલીસની ગાડી પથ્થરમારો, 20 લોકોની અટકાયત
અમદાવાદ : જુહાપુરાના ગુલાબનગરમાં પોલીસની ગાડી પથ્થરમારો, 20 લોકોની અટકાયત

પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પોલીસ સાથે કાંકરીચાળો કરતાં તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ કર્યાં છે

  • Share this:
અમદાવાદ : કોરોનાના રોગચાળા સામે બચાવ માટે લોકો એકત્ર ન થાય તે માટે કાર્યરત વેજલપુર પોલીસની જીપ પર જુહાપુરામાં પથ્થરમારો થયો હતો. ગુલાબનગર ગલીમાં સાંજે 7 વાગ્યે વેજલપુર પોલીસની ગાડી ગઈ ત્યારે ટોળે વળેલાં યુવકોએ સામાન્ય પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા. કન્ટ્રોલ મેસેજ મળતાં જ અમિત વિશ્વકર્મા ઉપરાંત આસપાસના પોલીસ સ્ટેશના પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત બે ડઝન પોલીસ વ્હીકલમાં દોડી આવ્યા હતા.

પોલીસે આ ઘટનાને લઈને ત્વરિત ઓપરેશન કરી કાંકરીચાળો કરનાર વીસેક જેટલા શખ્સોની અટકાયત કરી હતી. ગુરૂવારે દાણીલીમડા પછી જુહાપુરામાં કાંકરીચાળાની ઘટનાથી સમાજના હીતમાં લોકડાઉનનો અમલ કરાવતી પોલીસ માટે ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પોલીસ સાથે કાંકરીચાળો કરતાં તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ કર્યાં છે.

આ પણ વાંચો - અમદાવાદ : સુરા જમાતના 1095 લોકો ગુજરાત આવ્યા, 1 હજારના રિપોર્ટ નેગેટિવ

ઝોન-7 DCP કે.એન. ડામોરે જણાવ્યું કે, જુહાપુરાના સંકલિતનગર વિસ્તારમાં પોલીસ, હોમગાર્ડસ અને વોલેન્ટિયર્સ લોકડાઉનનો અમલ કરાવતા હતા. ગુલાબનગરની ગલીમાં સમજાવટ કરવા ગયેલી પોલીસ પર લોકોએ પથ્થર ફેંક્યા હતા. વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.ની ગાડીનો કાર તૂટ્યો છે. કોઈ પોલીસકર્મીને ઈજા પહોંચી નથી. હવે સીસીટીવીના આધારે આરોપીઓને ઓળખી વિશેષ તપાસ કરી આરોપીને ઝડપી તપાસ કાર્યવાહી કરાઈ છે.
First published: April 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading