Home /News /madhya-gujarat /traffic Rules: અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર પોલીસકર્મીઓ ઝડપાયા, કુલ 128 કેસ નોંધાયા

traffic Rules: અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર પોલીસકર્મીઓ ઝડપાયા, કુલ 128 કેસ નોંધાયા

ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પોલીસ કર્મીઓ

Ahmedabad latest News: લોકો નિયમોનો ભંગ કરતા લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે. પણ સાથે જ પોલીસ કર્મીઓ પણ નિયમોનો ભંગ (traffic rules) કરી શિસ્તતાનો ભંગ કરતી જણાતા તેઓ સામે પણ ડ્રાઈવ રખાઇ હતી.

અમદાવાદ: ટ્રાફિક પોલીસે (traffic police) જ પોલીસ સામે તવાઈ બોલાવતા અનેક હકીકતો સામે આવી છે. પોલીસે કરેલી કાર્યવાહિમા પોલીસ જ જય માતાજી, પોલીસ લખેલા બોર્ડ અને સ્ટીકર મારી ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સૌથી વધુ હેલ્મેટ (helmet) ન પહેરી બ્લેક ફિલમ લગાવવાના દંડ વસુલવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ અલગ અલગ પ્રકારની ડ્રાઈવ (drive) કરી રહી છે.

લોકો નિયમોનો ભંગ કરતા લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે. પણ સાથે જ પોલીસ કર્મીઓ પણ નિયમોનો ભંગ (traffic rules) કરી શિસ્તતાનો ભંગ કરતી જણાતા તેઓ સામે પણ ડ્રાઈવ રખાઇ હતી.

જેમાં ગણતરીના દિવસોમાં પોલીસ સામે થયેલી કાર્યવાહીની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરી વાહન ચલાવનાર 95 પોલીસકર્મીઓ, લાયસન્સ વગર વાહન ચલાવનાર 1 પોલીસકર્મી, Hsrp નમ્બર પ્લેટ વગર વાહન ચલાવનાર 1 પોલીસકર્મી, પોલીસનું બોર્ડ મારી વાહન ચલાવનાર 18 પોલીસકર્મી, ડાર્ક ફિલમ સાથે કાર ચલાવનાર 9 કર્મી, નમ્બર પ્લેટ વગર વાહન ચલાવનાર 1 પોલીસ કર્મી અને સીટ બેલ્ટ વગર કાર ચલાવનાર 3 પોલીસકર્મીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. આમ કુલ 128 કેસ કરી 57,300 ના દંડ ની વસુલાત લોકોને નિયમો પળાવનાર પોલીસ પાસેથી જ વસુલાયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-firing: સુરતમાં પૂર્વ પ્રેમિકાનો પ્રેમ સંબંધ ચાલુ કરવા દબાણ, યુવકે યુવતીની બહેન ઉપર ફાયરિંગ કર્યું, ધરપકડ

આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ખુદ પોલીસ જ માત્ર લોકોને નિયમો શીખવાડવામાં રસ રાખે છે પણ પોતે નિયમ પાળવામાં રસ નથી રાખતી. જેના કારણે તે લોકો સામે પણ કાર્યવાહી કરવી પડે છે. બીજી હકીકત એ પણ છે કે આ આંકડા પ્રમાણે પોલીસની કામગીરી નબળી જણાય છે. કારણકે મોટાભાગના પોલિસકર્મીઓ નમ્બર પ્લેટ પર પોલીસ કે જય માતાજી, બ્લેક ફિલમ લગાવવી, હેલ્મેટ ન પહેરવા ટેવાયેલી હોય છે.

આ પણ વાંચોઃ-Couple suicide: સુરતમાં પ્રેમી યુગલે તાપી નદીના કિનારે સજોડે જીવન ટૂંકાવ્યું

આ આંકડા માત્ર ડ્રાઈવની કામગીરી બતાવવા પૂરતા હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. અને આગામી સમયમાં કડક પણે પોલીસકર્મીઓ નિયમોનું પાલન કરે તે વાત ધ્યાને રખાશે તેવો દાવો કરાઈ રહ્યો છે.
" isDesktop="true" id="1195803" >

લોકોને નિયમો શિખવાડનારી પોલીસ જ જો આવું વર્તન કરે તો લોકોને શુ શીખ આપશે તે એક સવાલ છે. આગામી દિવસોમાં આ શહેરના પોલીસકર્મીઓ ખાખીની ગરમીમાંથી બહાર આવી નિયમો પાળતા શીખશે કે કેમ તે જોવાનું રહેશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Traffic drive

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन