અમદાવાદ : ભાગીદારોના મૃત્યુ બાદ પેટ્રોલપંપમાં ભાગીદારીની ઓફરનું મોટું કૌભાંડ

અમદાવાદ : ભાગીદારોના મૃત્યુ બાદ પેટ્રોલપંપમાં ભાગીદારીની ઓફરનું મોટું કૌભાંડ
વેપારી પાસેથી 70.94 લાખની છેતરપિંડી કરનાર મહેશ રબારી અને જયેશ રબારીની પોલીસે ધરપકડ કરી

પેટ્રોલપંપમાં ભાગીદારી કરવાના બહાને વેપારી પાસેથી 70.94 લાખની છેતરપિંડી કરનાર મહેશ રબારી અને જયેશ રબારીની પોલીસે ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : પેટ્રોલપંપમાં ભાગીદારી કરવાના બહાને વેપારી પાસેથી 70.94 લાખની છેતરપિંડી કરનાર બે ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે અરજીની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ પોતાના પૂર્વ ભાગીદારની ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હતા. જેથી સરદાર નગર પોલીસે 3 આરોપી વિરદ્ધ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સરદાર નગર પોલીસે મહેશ રવાભાઈ રબારી અને જયેશ રવાભાઈ રબારીની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીએ વેપારી મહિલા સાથે 70.94 લાખની છેતરપિંડી આચરી છે. આરોપી નરોડા ખાતે આવેલા પેટ્રોલપંપમાં ભાગીદાર છે અને તે જ પેટ્રોલ પંપમાં 50 ટકાના ભાગીદાર બનાવવાના બહાને ટુકડે ટુકડે રૂપિયા મેળવી ભાગીદાર બનાવ્યા ન હતા. જે અંગે સરદાર નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે છેતરપિંડીના ગુનાની તપાસ કરતા બે આરોપી ઝડપાઈ ગયા હતો. જોકે મુખ્ય આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.આ પણ વાંચો - સુરત : પત્નીએ કામ બાબતે ઠપકો આપતા પતિએ આપઘાત કર્યો; નોકરી છૂટી જતા આઘેડનો આપઘાત

છેતરપિંડીની અરજીની તપાસ કરતા પોલીસ સમક્ષ કેટલીક માહિતી સામે આવી જેમાં પેટ્રોલપંપના અન્ય ભાગીદાર જગદીશ અને ધાર્મિક પટેલ અમેરિકા રહેતા હતા અને જ્યા તેમનું મૃત્યુ થયું હતું. તેનો લાભ લઈ આરોપીએ મૃતકના વારસદારોને જાણ કર્યા વિના ખોટી સહીઓ કરી બનાવટી દસ્તાવેજ ઉભા કર્યા હોવાનુ સામે આવ્યું છે. જે અંગે ફરિયાદમાં પોલીસે કલમોનો ઉમેરો કર્યો છે. સાથે જ બનાવટી દસ્તાવેજો બનાવનારની પણ શોધખોળ હાથ ધરી છે.

પોલીસે સ્ટેટ જીએસટી ઓફિસમાં તપાસ કરતા સામે આવ્યું કે અમેરિકામા રહેતા બન્ને ભાગીદારોના મૃત્યુ થયા હોવા છતા આરોપીએ તેમના નામના બેંક અકાઉન્ટ છેલ્લા 5 વર્ષથી વાપરતા હતા. મૃતકના વારસદાર તુલસીબેનની જાણ બહાર આ તમામ દસ્તાવેજો તૈયાર કરી રૂપિયા પડાવી લેવાનું કાવતરુ રચ્યું હતું. પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે.
Published by:Ashish Goyal
First published:February 13, 2021, 17:58 pm