Home /News /madhya-gujarat /

અમદાવાદ : છોટા હાથીની ચોરી કરતા ચોર ઝડપાયા, ચોરી પાછળનું કારણ પણ ગજબ

અમદાવાદ : છોટા હાથીની ચોરી કરતા ચોર ઝડપાયા, ચોરી પાછળનું કારણ પણ ગજબ

ઝોન 1 એલસીબી ટીમે બાતમીના આધારે મૂળ રાજસ્થાનના ઉદયરામ જાટ અને ભેરૂલાલ જાટ નામના આરોપીની ધરપકડ કરી

Ahmedabad news- પોલીસે આરોપીની ધરપકડ કરીને ચાર ગુનાનો ભેદ ઉકેલી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ : શહેરના (Ahmedabad)અલગ અલગ વિસ્તારોમાંથી છોટા હાથી વાહનની ચોરી (Theft)કરતા બે આરોપીઓની ઝોન-1 એલસીબીની (LCB)ટીમે ધરપકડ કરી છે. આરોપીઓ માત્ર છોટા હાથી વાહનને જ ટાર્ગેટ બનાવતા હતા. આરોપીઓ આ વાહનની ચોરી કર્યા બાદ તેને મોડીફાય કરી દેતા હતા અને આઇસ્ક્રીમનો ધંધો કરતા લોકોને ભાડે આપતા હતા. હાલમાં પોલીસે (police)આરોપીઓની ધરપકડ કરીને ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

ઝોન 1 એલસીબી ટીમે બાતમીના આધારે મૂળ રાજસ્થાનના ઉદયરામ જાટ અને ભેરૂલાલ જાટ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ 4 છોટા હાથી ટેમ્પો અને બે મોબાઇલ એમ કુલ 10.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, સોલા વિસ્તારમાં બનેલ ચાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

આ પણ વાંચો - Covid-19 Guidelines in Gujarat: ધોરણ 1 થી 9ની સ્કૂલોમાં 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ, રાજ્યના 10 શહેરમાં 10થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ

આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેઓ માત્ર છોટા હાથીની ચોરી કરતા હતા. કારણ કે આ વાહનને મોડીફાય કરીને આઇસ્ક્રીમનો ધંધો કરતા લોકોને ભાડે આપતા હતા. ખાસ કરીને આ હેતુથી તેઓ છોટા હાથી વાહનની ચોરી કરતા હતા. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ઉદયરામ જાટ નામનો આરોપી અગાઉ રાયપુર અને આમેટ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં અને ભેરૂલાલ જાટ પણ 15 વર્ષ પહેલાં મુંબઈમાં જ્વેલર્સમાંથી દાગીનાની ચોરીના ગુનામાં પકડાઈ ચૂકેલ છે.

હાલમાં પોલીસે પકડાયેલ આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : GTUએ પરીક્ષામાં માસ કોપી ઝડપી, જાણો 2 કોલેજ અને 215 વિદ્યાર્થીઓ સામે શું થઈ કાર્યવાહી

આરોપીઓએ ભેગા મળી વેપારી સાથે કરી છેતરપિંડી

શહેરના જાણીતા મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને 75 લાખની ઓનલાઇન છેતરપિંડીના કેસમાં (Online fraud case) અમદાવાદ સાઇબર ક્રાઇમે 2 આરોપીઓની (cyber crime news) ધરપકડ કરી છે. જોકે હજુ પણ વેપારીએ ગુમાવેલા 75 લાખમાંથી એક રૂપિયો પણ પરત મળ્યો નથી. શહેરના કંદોઇ ભોગીલાલ મૂળચંદ નામના મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને આરોપીઓએ ખાતામાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર (Transfer) કરી લીધા હતા. જેની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ (cyber crime complaint) નોંધાઇ હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, અમદાવાદ

આગામી સમાચાર