સેટેલાઇટ હની ટ્રેપ મામલો, આરોપીઓ કોને ટાર્ગેટ બનાવતા તે વિશે થયો ચોંકાવનારો ખુલાસો


Updated: September 24, 2020, 5:05 PM IST
સેટેલાઇટ હની ટ્રેપ મામલો, આરોપીઓ કોને ટાર્ગેટ બનાવતા તે વિશે થયો ચોંકાવનારો ખુલાસો
સેટેલાઇટ હની ટ્રેપ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

સેટેલાઇટ હની ટ્રેપ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી, આ ગેંગનો મુખ્ય સાગરીત આસિફ અને અન્ય એક મહિલા આરોપી હજુ પણ ફરાર છે

  • Share this:
અમદાવાદ : સેટેલાઇટ હની ટ્રેપ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ અત્યાર સુધીમાં સાત લોકોને હની ટ્રેપમાં શિકાર બનાવ્યા છે અને કોને ટાર્ગેટ બનાવતા તે અંગે પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.
ઓનલાઇન ડેટિંગ કરતા વ્યક્તિઓ માટે ચેતવણી રૂપ કિસ્સો શહેરના સેટેલાઇટ વિસ્તારમાં જોવા મળ્યો છે.

ટીન્ડર એપ્લિકેશન મારફતે મિત્રતા કેળવી યુવકોને ફસાવ્યા બાદ તેની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક આરોપી આસિક દેસાઈની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ આ ગુનામાં બે આરોપી સમીર અને શીતલ ઉર્ફે જાહ્નવીની ધરપકડ કરી હતી. જેઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ અત્યાર સુધીમાં સાત લોકોને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ તપાસમાં બહાર આવ્યું છે.

આ ગેંગનો મુખ્ય સાગરીત આસિફ અને અન્ય એક મહિલા આરોપી હજુ પણ ફરાર છે. જેને પકડવા માટે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની ત્રણ ટીમોને કામે લગાડવામાં આવી છે.

આ પણ વાંચો - Photos: કોરોના કાળમાં 2 દીકરીઓએ ઘરની છત પર બનાવી દીધું કિચન ગાર્ડન, ઉગાડે છે શાકભાજી

ફરાર આરોપી આસિફ વિરમગામ પાસેના માળવડ ગામે એક રિસોર્ટ ધરાવે છે. ઉપરાંત તેની પાસે લક્ઝુરિયઝ ગાડીઓ પણ છે. લાયસન્સવાળુ હથિયાર પણ તેની પાસે હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આસિફ મોટાભાગના રૂપિયા આંગડિયા પેઢી મારફતે હવાલાથી મંગાવતો હતો. હવે પોલીસ તેના હથિયારની વિગતો મેળવી લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી કરશે.

આરોપીઓ મોટાભાગે મિત્રોને જ ટાર્ગેટ બનાવતા હતા. કયો મિત્ર રૂપિયા ચૂકવી શકે તેમ છે તેને પહેલા ટાર્ગેટ કરતા. જોકે અગાઉ પકડાયેલ આરોપી સમીર પાસે પોલીસનો ડ્રેસ ક્યાંથી લાવ્યો હતો. તે અંગે પણ તપાસ શરૂ કરી છે. પરંતુ આસિફ પકડાયા બાદ જ આ અંગે હકીકત મળી શકે તેમ છે.
Published by: Ashish Goyal
First published: September 24, 2020, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading