અમદાવાદઃ દારૂના અડ્ડાની બાતમી આપી હોવાની આશંકાએ યુવાનની હત્યા, ધરપકડ

News18 Gujarati
Updated: September 29, 2019, 11:13 PM IST
અમદાવાદઃ દારૂના અડ્ડાની બાતમી આપી હોવાની આશંકાએ યુવાનની હત્યા, ધરપકડ
આરોપીની તસવીર

આરોપી સંદીપ ઉર્ફે બીડીએ ચેતન મરાઠી નામના યુવાનને છરીને ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ શહેરમાં (Ahmedabad)કાયદો (law)અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડી હોય તેમ લાગી રહ્યું છે. એલિસબ્રીજ, ઇસનપુર બાદ રામોલમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. રામોલ પોલીસ સ્ટેશન (police station)વિસ્તારમાં આવેલા અમરનાથ ટેનામેન્ટ પાસે ગઇકાલે ભરબપોરે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં આરોપી સંદીપ ઉર્ફે બીડીએ ચેતન મરાઠી નામના યુવાનને છરીને ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે.

પોલીસનું કહેવું છે કે આરોપી સંદીપ અને ચેતન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અદાવત ચાલી રહી હતી. અને અગાઉ પણ બંન્ને વચ્ચે અનેક વખત મારા મારી થઇ હતી. જો કે, ગઇકાલે ચેતન તેના ઘરેથી નીકળ્યો ત્યારે સંદીપ તેને રસ્તામાં મળ્યો હતો અને ફરી બન્ને વચ્ચે તકરાર શરૂ થઇ હતી. આ સમયે ઉશ્કેરાયેલા સંદીપે છરીના ઘા મારતા ચેતન લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયો હતો. બુમાબુમ થતા લોકોના ટોળા પણ એકત્ર થઇ ગયા હતા. આરોપી સંદીપે પોલીસ અને 108ને જાણ કરી ત્યાંથી ભાગી ગયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને બદનામ કરવા રચ્યું કારસ્તાન

જોકે સમગ્ર ઘટનાની જાણ રામોલ પોલીસને થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. અને આસપાસના સીસીટીવી ફુટેજના (cctv footage) આધારે આરોપી સંદીપની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી સંદીપ ઉર્ફે બીડી સામે અગાઉ પણ હત્યાના પ્રયાસ અને પ્રોહીબીશનના અનેક ગુના દાખલ થયા છે. જ્યારે ચેતનની હત્યા અંગે આરોપીની પૂછપરછ કરતાં એવી પણ હકીકત સામે આવી છે કે સાતેક વર્ષ પહેલા પોલીસએ સંદીપનની પ્રોહીબીશનના ગુનામાં ધરપકર કરી હતી. અને તે અંગીની બાતમી ચેતનએ પોલીસને આપી હોવાની આશંકા આરોપી સંદીપને હતી. અને તે જ અદાવતના કારણે બંન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતાં.
First published: September 29, 2019, 11:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading