અમદાવાદઃ સંતાન ન હોવાથી બાળક માટે મહિલાએ વટાવી હદ!

News18 Gujarati
Updated: October 20, 2019, 11:09 PM IST
અમદાવાદઃ સંતાન ન હોવાથી બાળક માટે મહિલાએ વટાવી હદ!
પ્રતિકાત્મક તસવીર

માત્ર આંખના પરિચયથી મહિલાએ અન્ય મહિલાને તેના ઘરે રાત વાસો કરાવ્યો. તો આ મહિલાએ ઘરમાંથી એક વર્ષની બાળકીની ઉઠાંતરી કરીને પલાયન થઇ ગઇ હતી.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad)વટવામાં (vatva) એક મહિલાને ભલમનશાહી કરવી ભારે પડી છે. માત્ર આંખના પરિચયથી મહિલાએ અન્ય મહિલાને તેના ઘરે રાત વાસો કરાવ્યો. તો આ મહિલાએ ઘરમાંથી એક વર્ષની બાળકીની ઉઠાંતરી કરીને પલાયન થઇ ગઇ હતી. વટવા વિસ્તારમાં આવેલી ચાર માળિયામાંથી એક વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની જાણ થતાં જ પોલીસ દોડતી થઇ ગઇ હતી.

વટવા ચાર માળિયામાં રહેતી એક મહિલાએ પોલીસ (police) ફરિયાદ આપતા કહ્યું હતું કે 14મી ઓક્ટોમ્બરએ તેને પુજા નામની એક મહિલા મળી હતી.અને પુજાએ એક રાત્રી ફરિયાદી મહિલાના ઘરે રોકાવવાની માંગણી કરી હતી. જો કે આ મહિલા અગાઉ પણ ફરિયાદી મહિલાની પાડોશમાં રહેતી શબનમબાનુને ત્યાં રહેતી હોવાથી ફરિયાદી તેને ઓળખતા હતાં.

જેથી તેને રાત્રી રોકાણ કરવા માટે કહ્યું હતું. જ્યારે મહિલા વહેલી સવારે ઉઠતાં તેણે જોયું તો તેની એક વર્ષની બાળકી અને પુજા નામની મહિલા ફરાર હતાં. જો કે પોલીસ પાસે પુજાનું માત્ર નામ જ હતું જેથી તેના સુધી પહોચવું પોલીસ માટે એક પડકાર હતો.

પકડાયેલી મહિલા આરોપીની તસવીર


પોલીસએ અલગ અલગ ત્રણ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ (cctv footage) મેળવવાની કામગીરીની સાથે સાથે પૂજાનો ભુતકાળ પણ તપાસવાની શરૂઆત કરી હતી. જેમાં પોલીસએ વટવા ચારમાળીયામાં રહેતા લગભગ 800 જેટલા સ્થાનિકોની પૂછપરછ કરી હતી.જેમાં પોલીસને શબનમબાનું પાસેથી પૂજાની કેટલીક વીગતો જાણવા મળી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ કપડનો વેપારી બન્યો ચેઇન સ્નેચર, જાણો કેવી રીતે શીખ્યો ચોરીઆ પણ વાંચોઃ-તસવીરોઃ અહીં પરપુરુષ પસંદ આવી જાય તો મહિલાઓ તોડી દે છે લગ્ન

પૂજાએ રાજસ્થાનના કોઇ રાજુ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોવાની જાણ થતાં જ પોલીસએ રાજુના મોબાઇલ નંબરના આધારે રાજુનો સંપર્ક કર્યો હતો. અને ત્યાં પૂજા એક વર્ષની બાળકીને લઇ આવી હોવાની જાણ થતાં જ પોલીસએ રાજસ્થાનની સ્થાનિક પોલીસને જાણ કરીને બાળકીનો છુટકારો કરાવી આરોપી મહિલાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-દારૂ પીને આવેલા પતિની આંગળી પત્નીએ કરડી ખાધી, પછી થયા આવા હાલ

પોલીસનું કહેવું છે કે આરોપી મહિલાને સંતાન ન હોવાથી તેને વારંવાર લોકોના મેણા ટોણા સાંભળવા પડતા હતાં..અને તેથી તેણે આ ગુનો આચર્યો છે. જો કે આ અપહરણ પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર છે કે કેમ અન્ય અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે.
First published: October 20, 2019, 11:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading