અમદાવાદ : બાવળામાં દારૂની મહેફિલ માણતા 10 નબીરા ઝડપાયા

News18 Gujarati
Updated: October 21, 2019, 4:26 PM IST
અમદાવાદ : બાવળામાં દારૂની મહેફિલ માણતા 10 નબીરા ઝડપાયા
દારૂ પાર્ટી કરતા ઝડપાયેલા નબીરા.

કેન્સ વિલે બંગલોઝમાં એક દિવસનું 20 હજાર રૂપિયા ભાડું ચુકવીને દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું.

 • Share this:
નવીન ઝા, અમદાવાદ : બાવળામાં દારૂની મહેફિલ પર દરોડાંમાં પોલીસે 10 નબીરાને ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે બર્થ-ડે પાર્ટીમાં દારૂની છોળો ઉછાળવામાં આવી રહી છે. જે બાદ બાવળા પોલીસે દરોડાં કરતા 10 નબીરાઓની ધરપકડ કરીને 99,53,645 રૂપિયાનો મુદ્દામાલ જમા લીધો છે. આ કેસમાં એક આરોપી ફરાર છે.

પોલીસને બાતમી મળી હતી કે બાવળાની કેન્સ વિલે બંગલોઝમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. અમદાવાદ ખાતે રહેતા ભવિત પારેખ નામનો યુવક અહીં પોતાના મિત્રો સાથે જન્મ દિવસની પાર્ટી કરી રહ્યો હતો. આ માટે તેણે બંગલો એક દિવસ માટે ભાડે રાખ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ભવિતે પાર્ટી માટે એક દિવસ માટે બંગલાનું 20 હજાર રૂપિયા જેટલું ભાડું ચુકવ્યું હતું.

નોંધનીય છે કે મુખ્ય આરોપી ભાવિત પારેખ અગાઉ જુગાર કેસમાં પકડાઈ ચુક્યો છે. પકડાયેલા લોકો આદરોડા ગામ નજીક કિંગ્સ વિલેના વીક-એન્ડ બંગલા નંબર 100ની પાછળ ગાર્ડનમાં દારુની મહેફિલ કરી રહ્યા હતા. પોલીસે આ કેસમાં એક આરોપી ફરાર હોવાનું જણાવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે ફરાર આરોપી દેવેન્દ્ર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. દેવેન્દ્રએ ભાવિતને દારુ મોકલી આપ્યો હતો. હાલ પોલીસે દેવેન્દ્રની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત પકડાયેલા આરોપીઓમાંથી કેટલાક આરોપી સામે અગાઉ જુગારનો કેસ થયો છે.

પોલીસે છ નબીરાઓની ધરપકડ કરવાની સાથે 90 લાખથી વધારેનો મુદ્દામાલ જમા લીધો છે. મુદ્દામાલમાં છ કાર, મોબાઇલ ફોન, દારૂની બોટલો વગેરેનો સમાવેશ થાય છે. ધરપકડ કરવામાં આવેલા મોટાભાગના યુવકો અમદાવાદ શહેરના છે. જ્યારે ત્રણ યુવકો રાજકોટના છે. તમામ સામે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65ઈ, 66(1)બી. 68, 85(1), 84, 81 મુજબ ગુનો નોંધ્યો છે.

બાવળા પોલીસ સ્ટેશન


દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓ

 1.  ભવીત ભરતભાઇ પારેખ, થલતેજ અમદાવાદ

 2.  માધવ ભરતભાઇ તેરૈયા, બોડકદેવ અમદાવાદ

 3.  જય રમણીકભાઇ પટેલ, રિદ્ધિ સિદ્ધિ બંગ્લોઝ, રાજકોટ

 4.  હાર્દીક હરેશભાઇ જૈન, ઓમ રામનગર, રાજકોટ

 5.  સવરીન શૈલેષભાઇ પટેલ, રાજકોટ

 6.  દીપ મહેશભાઇ પટેલ, ચિત્રકુટ એપાર્ટમેન્ટ, રાજકોટ

 7.  કુશલ સુરેશભાઇ ઠક્કર, ગ્રીનમેકો બંગ્લોઝ, અમદાવાદ

 8.  ધવલ ગાંધી, સ્વસ્તિક સોસાયટી, અમદાવાદ

 9.  માલવ ઉદયન નાણાવટી, અમદાવાદ

 10.  ધવલ જયેશભાઇ ઠક્કર, અમદાવાદFirst published: October 21, 2019, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading