અમદાવાદ : ટ્રાફિક પોલીસે કાર રોકતા ચાલકે કોન્સ્ટેબલનું કાર્ડ બતાવ્યું, તપાસ કરતા ભાંડો ફૂટ્યો

News18 Gujarati
Updated: November 20, 2019, 9:49 AM IST
અમદાવાદ : ટ્રાફિક પોલીસે કાર રોકતા ચાલકે કોન્સ્ટેબલનું કાર્ડ બતાવ્યું, તપાસ કરતા ભાંડો ફૂટ્યો
(તસવીર : અમદાવાદ પોલીસનું ટ્રાફિક જાગૃતિ અભિયાન)

વાહન ચાલકે પોતાની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ તરીકે આપી હતી, પોલીસના આઇકાર્ડમાં સિવિલ ડ્રેસમાં ફોટો હોવાથી પોલીસને શંકા પડી હતી.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે, તેવામાં વાડજ સર્કલ પર એક શખ્સ ગાડી લઇને નીકળ્યો હતો. ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી. જેથી પોલીસે ગાડી રોકી તેની પાસે લાઇસન્સ માંગ્યુ હતું. કાર ચાલકે લાઇસન્સની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલનું આઇકાર્ડ બતાવ્યું હતું અને કહ્યું કે પોતે એસીબીમાં ડ્રાઇવર છે. જોકે, ટ્રાફિક પોલીસને શંકા જતા ખરાઇ કરી તો તે નકલી પોલીસ નીકળ્યો હતો.

બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અખિલેશ તિવારી વાડજ સર્કલ પર તેમના સ્ટાફ સાથે ફરજ પર હાજર હતા. તેવામાં આશ્રમ રોડ તરફથી એક કાર આવતી હતી. આ કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી પોલીસે તેને રોકી હતી. જી.જે.-02-બી.પી.-7673 નંબરની કારને રોકતા કારચાલકે કાર રોકી હતી. પોલીસે તેને ડાર્ક ફિલ્મ લગાવવા બદલ મેમો આપતા તેણે પોતે એન.કે. દેસાઇ પોલીસ કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી હતી. બાદમાં પોલીસને તેણે પોતાનું આઇકાર્ડ બતાવ્યું હતું. પણ આઇકાર્ડમાં સિવિલ ડ્રેસમાં ફોટો હોવાથી પોલીસને શંકા ગઇ હતી.

ફાઇલ તસવીર


ડ્રાઇવરે ટ્રાફિક પોલીસને પોતે એસીબીમાં ડ્રાઇવર હોવાની ઓળખ આપતા પોલીસે આ બાબતની ખરાઇ કરી હતી. ખરાઇ દરમિયાન આ નામનો કોઇ કોન્સ્ટેબલ ન હોવાનું માલુમ પડતાં વાડજ પોલીસનો સંપર્ક સાધી ટ્રાફિક પોલીસે આરોપી ઘાટલોડિયાના નટુભાઇ કરશનભાઇ દેસાઇ સામે આઇપીસી 170,465,468,471 મુજબ ફરિયાદ નોંધાવી આરોપીને વાડજ પોલીસના હવાલે કર્યો હતો.
First published: November 19, 2019
વધુ વાંચો
अगली ख़बर