'અમારી સાથે પોલીસનો વ્યવહાર આતંકી જેવો, કરે છે હેરાન': અમદાવાદમાં મારવાડી સમાજ

News18 Gujarati
Updated: October 15, 2018, 7:44 AM IST
'અમારી સાથે પોલીસનો વ્યવહાર આતંકી જેવો, કરે છે હેરાન': અમદાવાદમાં મારવાડી સમાજ

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ

હજુ તો રાજ્યમાં પરપ્રાંતિયનો મુદ્દો શાંત નથી પડ્યો ત્યાં અન્ય એક સમાજે ફરિયાદો કરી છે. આ વખતે અમદાવાદમાં મારવાડી સમાજના સવર્ણકારોએ ફરિયાદ કરી કે પોલીસ તરફથી તેઓને કારણ વગર હેરાન કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં મારવાડી લોકોનું કહેવું છે કે તેમની સાથે આંતકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં હવે મારવાડી સમાજના સવર્ણકારોએ સરકાર સામે લડત શરુ કરી છે. સવર્ણકારોને કારણ વગર પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ આ સોની વેપારીઓએ કર્યો છે. એટલુ જ નહિ તેમની સાથે ચોર અને આંતકી જેવો વ્યવહાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ વેપારીઓએ કર્યો છે. ત્યારે સરકાર સામે લડત લડવા સવર્ણકાર યુવા સેનાની રચના કરવામાં આવી છે.

આ લડત માટે તેઓએ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી એક મોબાઈલ એપ પણ લોંચ કરી છે. જેના દ્વારા કોઈ પણ સોની વેપારીને તકલીફ પડે તો ને મદદ રુપ બની શકાય.


એટલુ જ નહિ આ લડત માટે તેઓએ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી એક મોબાઈલ એપ પણ લોંચ કરી છે. જેના દ્વારા કોઈ પણ સોની વેપારીને તકલીફ પડે તો ને મદદ રુપ બની શકાય. બીજીતરફ સવર્ણકાર યુવા સેના ગૃહમંત્રી અને ડીજીપીને પણ આવેદન પત્ર આપી રજુઆત કરશે તેમ છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર નહિ થાયતો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી સોની વેપારીઓએ ઉચ્ચારી છે.
First published: October 14, 2018, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading