મયુર માંકડિયા, અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાત આવશે. પીએમ મોદી મતદાન કરવા માટે ગુજરાત આવશે. તેઓ આજે (સોમવારે) અમદાવાદ આવી પહોંચશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. જ્યારે 23મીએ સવારે રાણીપ ખાતે મતદાન કરશે.
પીએમ મોદી આજે બપોરે 3 કલાકે મહારાષ્ટ્રમાં સભા સંબોધી વડોદરા પહોંચશે. તેઓ વડોદરાથી ઉદેયપુરમાં સભા સંબોધવા જશે. જ્યારે રાત્રે 8 કલાકે પીએમ મોદી ઉદેયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેઓ રાત્રે 9 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
આ પણ વાંચો: પીએમ મોદીએ કહ્યું, 'ખુરશીની પરવાહ નથી, હું રહીશ અથવા આતંકવાદ રહેશે'
પીએમ મોદી 23 એપ્રિલે સવારે 7 કલાકે અમદાવાદ આવવા રવાના થશે અને સવારે 7.30 કલાકે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે. મતદાન બાદ પીએમ મોદી એરપોર્ટ જવા રવાના થશે. તેઓ 8.30 કલાકે અમદાવાદથી ઓરિસ્સા જવા રવાના થશે.