Home /News /madhya-gujarat /

PM મોદીએ કર્યું Zydus બાયોટેક પ્લાન્ટનું નિરીક્ષણ, વૈજ્ઞાનિકો સાથે કરી વાત, વીડિયોમાં જુઓ મહત્ત્વના અંશો

PM મોદીએ કર્યું Zydus બાયોટેક પ્લાન્ટનું નિરીક્ષણ, વૈજ્ઞાનિકો સાથે કરી વાત, વીડિયોમાં જુઓ મહત્ત્વના અંશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત કરશે. અહીં તેઓ બનાવવામાં આવી રહેલી કોવિડ 19ની રસી સાથે જોડાયેલ કામગીરીની સમીક્ષા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત કરશે. અહીં તેઓ બનાવવામાં આવી રહેલી કોવિડ 19ની રસી સાથે જોડાયેલ કામગીરીની સમીક્ષા કરશે.

    દેશભરમાં હાલ કોરોનાનો (Coronavirus) કહેર વ્યાપી રહ્યો છે. દિવાળી બાદ આ કહેર વધુને વધુ ચિંતાજનક બની રહ્યો છે. ત્યારે આજે પીએમ મોદીએ (PM Narendra Modi) ઝાયડસ કેડિલાના (Zydus) ચાંગોદર સ્થિત પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ઝાયકોવિડ વેકસીનનાં (ZyCOV-D) શોધકર્તાઓ સાથે મુલાકાત કરીને વેક્સિન સાથે જોડાયેલા પાસાઓ પર વાત કરી હતી. જેમાં કોરોના વેક્સિનનું પ્રોડક્શન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન અંગે ચર્ચા કર્યાની માહિતી મળી છે.

    આ સાથે  પીએમ મોદીએ ઝાયડસનાં ચેરમેન પંકજ પટેલ (Pankaj Patel) તથા અધિકારીઓ સાથે પણ મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી અને જે બાદ પ્લાન્ટની મુલાકાત લઇને તેઓ  હૈદરાબાદની મુલાકાત લીધી છે જે બાદ પુણે જવા રવાના થશે.



    કેડિલાના સ્વાગત સમયે બાળકોને મળ્યા પીએમ મોદી

    વડાપ્રધાન મોદીને હંમેશા બાળકો સાથે વાત કરવી ગમે છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેઓ બાળકો સાથે વાત કરવાની એકપણ તક છોડતા નથી. આ મુલાકાતમાં વેક્સીનના સમાચારોની વચ્ચે પણ બાળકોએ ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. પીએમ મોદીને કેડિલાના પ્લાન્ટના સ્વાગત સમારંભમાં આ બંને બાળકોએ નમસ્તે કહેતા વડાપ્રધાન મોદી તેમની સાથે ગમ્મત કરી હતી. જોકે, મળતી માહિતી મુજબ બાળકી અને બાળક કેડિલાના માલિક પંકજ પટેલના પૌત્ર અને પૌત્રી હોવાનું જાણવા મળ્યું છે.

    PM મોદીની કેડિલા મુલાકાત, જાણો કોણ છે આ બાળકો જેમણે વડાપ્રધાનને કહ્યું 'નમસ્તે'



    પીએમ મોદીએ પીપીઇ કિટ પહેરીને પ્લાન્ટની મુલાકાત લીધી

    પીએમ મોદીએ ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે પ્લાન્ટની વિઝીટ કરી હતી. તેમણે પીપીઇ કિટ પહેરીને આ પ્લાન્ટની માહિતી મેળવી હતી. મહત્વનું છે કે, ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે.

    PM મોદીની ઝાયડસ કેડિલા પ્લાન્ટની મુલાકાત , જાણો શું છે Zycov-D વેક્સીનની વિશેષતા

    ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેડિલાની આ રસી આગામી માર્ચ મહિનામાં આવી શકે છે.



    કાફલો રોકી લોકોનું અભિવાદન ઝીલ્યું

    પીએમ મોદી ઝાયડસ બાયોટેક પ્લાન્ટનું નિરીક્ષણ કરી પોતાના કાફલા સાથે હેલિપેડ તરફ રવાના થઇ રહ્યાં હતા તે દરમિયાન વચ્ચે કાફલો રોકવામાં આવ્યો હતો. જ્યાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીએ ચાલતા ચાલતા અચાનક રોકાઇને લોકોની સામે નમસ્કાર કરીને અને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ ચાંગોદરનાં ઝાયડસ બાયોટેક પ્લાન્ટની મુલાકાત કરીને હવે પુણે રવાના થયા છે. જ્યાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.



    પીએમ મોદીનાં આગમન સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

    વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચાંગોદર હેલિપેડથી ઝાયડસ બાયોટેક પાર્ક સુધી તમામ રસ્તા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બંદોબસ્તમાં 500થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહેશે. જેમાં 4 SP, 10 DYsp, 12 PI, 40 PSI સહિત BDDS અને LCB,SOG ની ટીમ પણ વડાપ્રધાનના બંદોબસ્ત માં ખડેપગે રહેશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Corona vaccine, Zydus, અમદાવાદ, ગુજરાત, પીઅેમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन