દિલ્હીમાં રૂ. 131 કરોડના ખર્ચે બન્યું 'ગરવી ગુજરાત ભવન', આ સુવિધાથી સજ્જ હશે

News18 Gujarati
Updated: August 21, 2019, 6:16 PM IST
દિલ્હીમાં રૂ. 131 કરોડના ખર્ચે બન્યું 'ગરવી ગુજરાત ભવન', આ સુવિધાથી સજ્જ હશે
ગરવી ગુજરાત ભવન

અકબર રોડ પર નિર્મિત આ ભવનમાં 19 સ્યુટ રૂમ, 59 અન્ય રૂમ, કોન્ફરન્સ હોલ, લાયબ્રેરી, યોગા સેન્ટર, રેસ્ટોરન્ટ, ડાઇનીંગ હોલ, જીમ્નેશીયમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દેશના પાટનગર દિલ્હી ખાતે અકબર રોડ ઉપર રૂ.131 કરોડના ખર્ચે નવનિર્મિત "ગરવી ગુજરાત ભવન"નું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા બીજી સપ્ટેમ્બર, 2019ના રોજ લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ માહિતી આપી હતી.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે, દિલ્હી ખાતે દાયકાઓથી ગુજરાત ભવન કાર્યરત છે. પરંતુ વધતી જતી જરૂરીયાતો તથા નાગરિકોના ઘસારાને પહોંચી વળવા માટે આ નવનિર્મિત ભવનનું નિર્માણ કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે 7066 ચો.મી. જમીના ફાળવવામાં આવી હતી. આ અંગેની તમામ કિંમત રાજ્ય સરકારે ભરી દીધી હતી અને આજે આ ભવ્ય અતિ આધુનિક સુવિધાઓથી સજજ રાજ્ય સરકારની માલિકીનું નવીન ભવન બાંધવામાં આવ્યું છે.આ ભવનમાં 19 સ્યુટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેશ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપરપઝ હોલ, વિવિધ ચાર અન્ય લોન્જ, લાયબ્રેરી, યોગા સેન્ટર, જીગ્નેશીયમ, રેસ્ટોરન્ટ, ડાઇનીંગ હોલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.નીતિન પટેલે ઉમેર્યુ કે, આ ઉદ્ઘાટન વેળાએ રાજ્યના સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાની ઝાંખી લોકોને થાય તે માટે વિજ્ઞાન ભવન એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયુ છે. આ ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ સહિત ગુજરાત સરકારના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
First published: August 21, 2019
વધુ વાંચો
अगली ख़बर