સી પ્લેનમાં મુસાફરી કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રવાસ કરવો છે? તો હજુ રાહ જોવી પડશે

સી પ્લેનમાં મુસાફરી કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રવાસ કરવો છે? તો હજુ રાહ જોવી પડશે
સી-પ્લેન

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમ ખાતે સી પ્લેનમાં ટિકિટ બુકિંગ માટે એરલાઈન્સ દ્રારા કાઉન્ટર શરુ કરવામાં આવશે.

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે દેશનનું પહેલુ સી પ્લેન (seaplane) સેવાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ તેઓ કેવડિયાથી (Kevadia to Ahmedabad) અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચશે. વડાપ્રધાનનાં અમદાવાદ આવ્યા બાદ એ જ દિવસથી સ્પાઈસ જેટે જાહેરાત કરી હતી કે, કોઈપણ વ્યક્તિ સી પ્લેનની મુસાફરી કરી શકશે. જેનું બુકિગ 30 ઓક્ટોબરથી બપોરે 12 વાગ્યાથી શરુ થઈ જવાનું હતું  પરંતુ સાંજ સુધી સી પ્લેનનું બુકિંગ કરતી વેબસાઈટ સ્પાઈસ શટલ શરુ નહોતી થઈ જેને કારણે માનવામાં આવી રહ્યું છે કે, 31મીથી સી પ્લેનનું કોર્મિશિયલ ઓપરેશન શરુ નહીં થાય.

ઓફલાઈન બુકિંગ થઈ શકશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમ ખાતે સી પ્લેનમાં ટિકિટ બુકિંગ માટે એરલાઈન્સ દ્રારા કાઉન્ટર શરુ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ પૂરો થયા બાદ બુકિંગ કાઉન્ટર શરુ કરવામાં આવશે.જોકે ઓનલાઈન બુકિગં માટે હજુ પણ ટેક્નિકલ ખામી સામે આવી રહી છે.

પુલવામા પર છલકાયુ પીએમનું દુ:ખ, 'મેં ભદ્દા આરોપોનો સામનો કર્યો, આખરે વિરોધી બેનકાબ થયા'

મળતી માહિતી પ્રમાણે, ટેકનિકલ ખામીને કારણે સી પ્લેનનું બુકિંગ શરૂ થઇ શક્યું ન હતું. એરલાઈન્સ દ્વારા બુકિંગ કરનારાનું નામ, મોબાઈલ નંબર અને મેઈલ આઈડી માગવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના મોબાઈલ પર મેસેજ આવતા હતા કે બુકિંગ માટે હવે તમારો સંપર્ક કરાશે. એજ રીતે વોટર એરોડ્રોમ ખાતે તૈયાર કરાયેલી બિલ્ડિંગમાં પણ ટિકિટ કાઉન્ટર શરૂ થવાનું હતું પરંતુ ત્યાં પણ હજુ બુકિંગ શરૂ થયું નથી.

SOU ખાતે એકતા દિવસે થઇ પરેડ, આ જોઇને દેશનાં દુશ્મનો પણ ગભરાયા હશે

1લી નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું જંગલ સફારી બંધ

કેવ઼ડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માંગતા ગુજરાતીઓ www.soutickets.in  પર ટિકિટ બૂક કરાવીને ઓનલાઈન ટિકીટ બૂક કરાવી શકશે.

2જી તારીખે સોમવાર હોવાથી મેઈટેનન્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ એટ્રેક્શન માટે માત્ર ઓનલાઈન બુકિંગ જ કરવામાં આવશે.જેનો સમય પણ સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હોય  છે.
Published by:Kaushal Pancholi
First published:October 31, 2020, 11:57 am

ટૉપ ન્યૂઝ