વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેવડિયાથી (Kevadia) સી-પ્લેનમા (seaplane) બેસીને શનિવારે અમદાવાદ રિવરફ્રન્ટ (Riverfront)આવી રહ્યા છે. જેથી પીએમના આગમન પૂર્વે જમાલપુર ખાતે આવેલા સરદારબ્રિજને (Sardar Bridge, Jamalpur) રોશનીથી શણગારવામાં આવ્યો હતો. હવે બ્રિજ પરનો આ શણગાર રોજ રાત્રે ચાલુ રહેશે અને અમદાવાદીઓ આ રોશનીને માણી શકશે. આ સાથે રિવરફ્રન્ટ રોડ પર સુરક્ષા એજન્સીઓએ રિહર્સલ કર્યું હતું. સી પ્લેનના કાર્યક્રમને કારણે શનિવારે સવારે 10 વાગ્યાથી બપોરના 2 સુધી વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ રોડ બંધ રહેશે.
સી પ્લેનનું બુકિંગ 30 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી શરૂ થવાનું હતું. પરંતુ સવારથી સાંજ સુધી સી-પ્લેનનું બુકિંગ કરતી વેબસાઈટ સ્પાઈસ શટલ શરૂ થઈ ન હતી. જેના કારણે 31મીએ સી પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ નહીં થઈ શકે. ઉડાન યોજના હેઠળ સ્પાઈસ જેટ 31 ઓક્ટોબરથી સી-ંપ્લેનનું સંચાલન કરશે. ચેકનિકલ ખામીને કારણે સી પ્લેનનું બુકિંગ શરૂ થઇ શક્યું ન હતું.
નરેન્દ્ર મોદીનો કેવડીયા પ્રવાસ, પીએમના હસ્તે ઉદ્ઘાટન થયેલ પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ
એરલાઈન્સ દ્વારા બુકિંગ કરનારાનું નામ, મોબાઈલ નંબર અને મેઈલ આઈડી માગવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના મોબાઈલ પર મેસેજ આવતા હતા કે બુકિંગ માટે હવે તમારો સંપર્ક કરાશે. એજ રીતે વોટર એરોડ્રોમ ખાતે તૈયાર કરાયેલી બિલ્ડિંગમાં પણ ટિકિટ કાઉન્ટર શરૂ થવાનું હતું પરંતુ ત્યાં પણ હજુ બુકિંગ શરૂ થયું નથી.
સી પ્લેનનું બુકિંગ ક્યાંથી કરાવશો?
વોટર એરોડ્રામ ખાતે સી-પ્લેનમાં ટિકિટ બુકિંગ માટે એરલાઈન્સ દ્વારા કાઉન્ટર શરૂ કરવામાં આવનાર છે. પરંતુ હાલમાં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને પગલે કાઉન્ટર શરૂ કરાયું નથી.
વડાપ્રધાનનો પ્રવાસ પૂર્ણ થયા બાદ બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:October 31, 2020, 07:44 am