નવી દિલ્હી# વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલિત હિંસાની તાજેતરની ઘટના પર કહ્યું છે કે, આવી ઘટનાઓનું કોઇપણ સભ્ય સમાજ માં સ્થાન નથી. નેટવર્ક 18ના ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથેના ખાસ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે, જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિક વોટ બેંકનું રાજકારણથી આપણા દેશને ઘણુ નુકશાન પહોંચ્યું છે.
સત્તામાં આવ્યા બાદ સૌથી મોટા ઇન્ટરવ્યૂમાં મોદીએ જીવનના અકબંધ પાસાઓને પણ વ્યક્ત કર્યા. આ ઇન્ટરવ્યૂનું પ્રસારણ શુક્રવારે રાતે 9 વાગે ઇટીવી ની તમામ ચેનલો પર કરવામાં આવશે.
75 મિનિટ લાંબી આ ખાસ મુલાકાતમાં મોદીએ કહ્યું કે, અમારો એકમાત્ર મુદ્દો દેશનો વિકાસ છે. મોદીએ આંકડાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સાંપ્રદાયિક હિંસા હોય કે, પછી દલિત અને આદિવાસી લોકો પર અત્યાચારનો મામલો હોય, આ તમામ ગત સરકારની તુલના માં પ્રમાણ ઘટ્યું છે. તેમણે કહ્યું કે, જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતાએ દેશ ને મોટું નુકશાન પહોંચાડ્યું છે.
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 125મી જયંતી પર દલિતો અને આદિવાસીઓ ના માટે શરૂ કરાયેલ નીતિ પર પણ વડાપ્રધાન મોદીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમુક ખાસ વર્ગોના આગેવાનોને મોદીનું દલિતો અને આદીવાસીઓના કલ્યાણ માટે કાર્ય કરવું તે પસંદ નથી આવી રહ્યું.
મોદીએ કહ્યું, 'હું દલિતો અને આદીવાસીઓની સાથે છું અને તેમના વિકાસ માટે ખુદ ને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધા છે. આ કારણથી જે લોકોના રાજકારણમાં અવરોધ આવી રહ્યો છે, તે મુશ્કેલીઓ ઉત્પન્ન કરી રહ્યાં છે અને પાયા વિહોણા આરોપ લગાવી રહ્યાં છે.'
દેશમાં યોજાનાર આગામી વિધાનસભા ચૂંટણી પર પણ મોદીએ ખુલીને પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે. બીજેપી ત્યાં વિકાસના મુદ્દા પર ચૂંટણી લડશે.