અન્નપૂર્ણાધામમાં પ્રસાદ તરીકે છોડ આપવામાં આવે તેવી પ્રાર્થના: મોદી

News18 Gujarati
Updated: March 5, 2019, 3:28 PM IST
અન્નપૂર્ણાધામમાં પ્રસાદ તરીકે છોડ આપવામાં આવે તેવી પ્રાર્થના: મોદી
અન્નપૂર્ણા ધામ ખાતે મોદી

પીએમ મોદીએ ગઇકાલે ઉમિયાધામનું ભૂમિપૂજન કરીને કડવા પટેલને ખુશ કર્યાં તો આજે પંચતત્વ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરીને લેઉવા પટેલને ખુશ કરશે.

  • Share this:
અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ, વિશ્વના પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરની આજે તા. 5 માર્ચને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવ્યાં છે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યાં છે.

ભક્ત તેવા ભગવાન: પીએમ

જો ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાન હોય, ભક્ત જો શિક્ષક હોય તો ભગવાન મા સરસ્વતી હોય, ભક્ત જો રુપિયામાં રાચતો હોય તો ભગવાન લક્ષ્મી મા હોય. અને ભક્ત જો ખેડુ હોય તો ભગવાન દેવી અન્નપુર્ણા હોય.

ઓટલો અને રોટલો આપવો એ આપણી પરંપરા છે. સમાજમાં પાછળ રહેલા પરિવારનાં લોકોનાં બાળકો આવે તેમના માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આ પણ વાંચો: મંચ પર કેશુભાઇ પટેલના પગે લાગ્યાં PM મોદી, આશીર્વાદ લઇ પૂછ્યાં ખબર અંતર'અન્નપૂર્ણાધામમાં પ્રસાદ તરીકે છોડ આપવામાં આવે'

રાજ્ય રાજ્યનું કામ કરે પરંતુ સમાજને તો શક્તિશાળી જ બને. મારી પ્રાર્થના છે કે અન્નપુર્ણાધામમાં પ્રસાદમાં છોડવો આપવામાં આવે અને ઘર અને ખેતરની એકબાજુ તે જીવનભર ઉછરે. જે પણ લેઉવા પટેલનાં ઘરે દીકરી જન્મે તેઓ અહીં આવે અને તેમને પણ પાંચ ઇમારતી છોડ આપવામાં આવે. દીકરી મોટી થાય તેના લગ્ન કરવાની ઊંમરે તે છોડ પણ મોટો થાય તો તેનાથી રુપિયા પણ મેળવી શકાય અને ધરતી લીલીછમ પણ બને.

'આપણો ખેડૂત જે પણ પકવે તેના તેને વધારે પૈસા મળે તેવું કરો'

આપણે અહીં હાજર બધા અન્નપૂર્ણા માતા સાથે જોડાયેલા છે ત્યારે આપણે સીધેસીધો ખેડૂતો માટે કામ કરીએ. માતાની પ્રેરણાથી ફૂડપ્રોસેસિંગની વૈજ્ઞાનિકઠબે વિકસીત થાય. શેરખાનાં મરચાં જો લાલ હોય તો વધારે પૈસા મળે અને જો તેનો લાલ પાવડર મળે તો વઘારે રૂપિયા કમાય અને જો સરસ મજાનાં પેકિંગમાં મુકીએ તો વધારે પૈસા મળે. આપણો ખેડૂત જે પકવે તેને ફૂડ પ્રોસેસીંગનો લાભ મળે, મોટાપાયા પર કામ થાય અને તેની પર રિસર્ચ થાય તો હું માનું છું કે સાચા અર્થમાં મા અન્નપૂર્ણા તરીકે માથુ જુકાવે તેવું કામ કરીએ.ગુજરાત મુલાકાતમાં મોદી સૌથી મહત્વના કાર્યક્રમ કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર એમ બંને સમાજના જાહેર કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના છે. જેમાં તેમણે કાલે ઉમિયાધામનું ભૂમિપૂજન કરીને કડવા પટેલને ખુશ કર્યાં તો આજે પંચતત્વ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરીને લેઉવા પટેલને ખુશ કરશે.

આ મંદિરમાં નથી કોઇ દાનપેટી

અન્નપૂર્ણા ધામની વિશેષતા છે કે તેમાં દાનપેટી રાખવામાં નહીં આવે. આ મંદિરમાં શ્રીફળ પણ વધેરવામાં નહીં આવે. 50 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં મંદિર સહિત સમાજના તમામ વર્ગના લોકો માટે 600 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું છાત્રાલય, ભોજનાલય તથા સ્પાર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્રોનું પણ ખાતમુર્હુત કરવામાં આવશે.

અન્નપૂર્ણા ધામની વિશેષતા છે કે તેમાં દાનપેટી રાખવામાં નહીં આવે.


તમામ સમાજનાં લોકો કરી શકશે પ્રવેશ

શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના અડાલજના પ્રમુખ નરહરિ અમીનના જણાવ્યા મુજબ લેઉવા પટેલો 2000 વર્ષ પહેલા અડાલજમાં આવ્યાં હતા. મા અન્નપૂર્ણાને સાથે લાવીને ઐતિહાસિક અડાલજ વાવમાં અન્નપૂર્ણા માતાની સ્થાપના કરી હતી. આ ઐતિહાસિક વિરાસતની સ્મૃતિરૂપે વિશ્વનું સૌ પ્રથમ પંચતત્વ આધારિત મા અન્નપૂર્ણાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મા અન્નપૂર્ણા મંદિરમાં તમામ સમાજના લોકોને પ્રવેશ આપવામાં આવશે. સ્વામિનારાયણ મંદિર અડાલજ તેમજ સમસ્ત ગ્રામજનોએ મા અન્નપૂર્ણાના મંદિર અને વિદ્યાર્થીઓનું છાત્રાલય તેમજ શિક્ષણ ભવન બનાવવા માટે જમીન દાન આપી છે.

આજે સવારે વડાપ્રધાન મોદીના આગમન સમયે મા અન્નપૂર્ણા માતાની ધાર્મિક વિધી અન્નપૂર્ણા માતાના દર્શન તેમજ છાત્રાયલ અને શિક્ષણ ભવનનું ખાતે મુર્હુત તેમના હસ્તે કરવામાં આવશે. ભાવિક ભક્તોને સવારે 7.45 કલાકે પ્રવેશ આપવામાં આવશે.

પીએમ મોદીએ 4 માર્ચે આ મહત્વનાં ઉદ્ઘાટન કર્યાં

પીએમ મોદી 750 પથારીની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં સૌની પ્રોજેકટનું પણ ઉદ્ઘાટન કર્યું. જે પછી જામનગરમાં જંગી જનસભાને સંબોધન કર્યું. બપોર પીએમ જામનગરથી રવાના થઇ અમદાવાદ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કર્યું. વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પહોંચી અને ત્યાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કર્યું. જે પછી તેમણે મેટ્રોમાં સવારી કરી પીએમ મોદી સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. 1200 પથારીની સિવિલની નવી બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું. જે પછી પીએમ મોદી ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.
First published: March 5, 2019
વધુ વાંચો
अगली ख़बर