VIDEO: ફાઇવ સ્ટાર હોટલ જેવી નવી વીએસ હોસ્પિટલનો અંદરનો નજારો

News18 Gujarati
Updated: January 17, 2019, 9:48 AM IST
VIDEO: ફાઇવ સ્ટાર હોટલ જેવી નવી વીએસ હોસ્પિટલનો અંદરનો નજારો
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલ, અમદાવાદ

AMC વીએસ પરિસરમાં રૂ.750 કરોડના ખર્ચે ઊભી કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.

  • Share this:
AMC વીએસ પરિસરમાં રૂ.750 કરોડના ખર્ચે ઊભી કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. 1500 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ ડિઝિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરશે. નીચે પ્રામાણેની વિશેષતાઓ પણ ત્યાં હશે.

  • આ આખી હોસ્પિટલ પેપરલેસ હશે. જ્યાં દર્દીના મેડિકલ રેકર્ડની જાળવણી માટે ખાસ સોફ્ટવેર બનાવાયું છે.


  • એર-એમ્બ્યુલન્સ સુવિધા માટે હેલિપેડ ધરાવતી પ્રથમ પબ્લીક હોસ્પિટલ હશે.

  • 7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિ.મીની ઝડપે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી આ હોસ્પિટલનુ બાંધકામ આરસીસી અને સ્ટીલફ્રેમથી તૈયાર કર્યું છે. જેના કારણે આ હોસ્પિટલનું વજન 4.34 લાખ ટન થાય છે.

  • ઓપરેશન થિયેટરની એક લાઈટ 24 લાખની છે.
  • જર્મનીની કંપની પાસેથી મંગાવેલી લાઈટ ઓપરેશન વખતે ડોકટર્સ સેટ કરી શકશે. તેનો શેડો પડતો નથી.

  • સામાન્ય રીતે જૂની વીએસ હોસ્પિટલમાં જેમ દર્દીઓના સગા અને સિક્યુરિટી વચ્ચે અંદર પ્રવેશ થતું હતું. SVP હૉસ્પિટલમાં તે રીતે કોઈ ઘર્ષણ ન થાય તેમજ અનુશાસન જળવાય તે માટે ટ્રેઈન્ડ સિક્યુરિટી રહેશે.


 

મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, આજથી AMCનું સિમાચિહન સરદાર વલ્લભભાઇ પટેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલની શરૂઆત થશે. રૂ.750 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી હોસ્પિટલ 78 મીટરની ઊંચાઇ ધરાવે છે. 1.10 લાખ ચો.મી. વિસ્તારમાં બાંધકામ ધરાવતી આરસીસી અને સ્ટીલ ફ્રેમ ધરાવતી સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર વાળી હોસ્પિટલમાં ઓટો રેસ્ક્યુ ડીવાઇસ સાથેની 20 હાઇસ્પીડ પેશન્ટ લિફ્ટ, ફાયર ઇવેક્યુશન માટે ગ્રાઉન્ડ ફ્લોરથી 18 માળ સુધીના બે રેમ્પ અને કુલ આઠ સીડીઓ છે. 32 ઓપરેશન થિયેટર, 300 બેઠકોનું ઓડિટોરિયમ, 600 સીસીટીવી, 2000 ટનની ક્ષમતાનો એસી પ્લાન્ટ ઉપલબ્ધ છે.

First published: January 17, 2019
વધુ વાંચો
अगली ख़बर